Charotar

ભૂમેલ ગ્રામ પંચાયતમાં અંધારપટ્ટથી પ્રજામાં રોષ

ગ્રામ પંચાયતના ભંડોળના અભાવે સ્ટ્રીટ લાઈટો બંધ થતાં અકસ્માતની ભીંતિ

નડિયાદના ભુમેલમાંથી પસાર થતા દાંડીમાર્ગ પર એકતરફ ભંડોળના અભાવે સ્ટ્રીટ લાઈટો બંધ છે. તો બીજીતરફ હજારો વાહનોથી ધમધમતા આ મુખ્ય માર્ગ પર મસમોટો ખાડો પડ્યો છે. જેના કારણે અકસ્માતની ભીંતી સેવાઈ રહી છે. ત્યારે દાંડીમાર્ગ પ્રશાસન અને ગ્રામ પંચાયત બંનેની લાપરવાહીના કારણે જાનહાનિ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

શક્યતા ઓ ધેખાઈ રહીમેલ ગામમાં કેન્દ્ર સરકાર હસ્તકના દાંડીમાર્ગ ઉપર એક કિલોમીટર સુધીની સ્ટ્રીટલાઈટો બંધ છે. ભુમેલ ગ્રામપંચાયત પાસે લાઈટબીલ ભરવા માટે ભંડોળ નહીં હોવાથી ફક્ત ગામની જ લાઈટો ચાલુ છે. લગભગ દોઢ કિલોમીટર સુધીની સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં છે. તો બીજીતરફ SNV ઇન્ટરનેશનલ સ્કુલ પાસે દાંડીમાર્ગ ઉપર મસમોટો ખાડો પડી ગયો છે. રાત્રીના સમયે પસાર થતા વાહનચાલકો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે, સ્થાનિકોના જણાવ્યા મુજબ ત્રણેક દિવસ પહેલા સાંજના આઠ વાગ્યાના સુમારે એક એક્ટિવા ચાલક દાંડીમાર્ગથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક્ટિવા આ ખાડામાં પડતા એક્ટિવા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત થતા રહી ગયો હતો. ત્યારે મોડી રાત્રે કોઈને ગફલતમાં આ ખાડામાંથી નજર ચૂકી જાય તો મોટી જાનહાનિ પણ થાય તેવી શક્યતાઓ છે. આ અંગે જાગૃત નાગરીક દ્વારા માર્ગ અને મકાન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. જેથી જિલ્લા વહીવટીતંત્રને, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી બન્યુ છે.

Most Popular

To Top