કલેક્ટર દ્વારા કરાયેલી તપાસમાં ગૌડના કૌભાંડનો પર્દાફાશ થયો
અમદાવાદ વડોદરા અક્સપ્રેસવેમાં જમીન સંપાદન થઇ હોવાની ખોટી વિગતો દર્શાવાઇ
વડોદરા જિલ્લાના છંછવા ગામે આવેલી જમીનમાં ભંવરલાલ ગૌડ દ્વારા પોતે ખેડૂત ખાતેદાર હોવાની બનાવટી સહીસિક્કાવાળુ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં કલેક્ટર દ્વારા કરાયેલી તપાસમાં આ ઠગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તેના વિરુદ્ધ માલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા ભુમાફિયા ભંવરલાલ લક્ષ્મીનારાયણ ગૌડ પોતે ખેડૂત ન હોવા છતાં છંછવા ગામની સીમમાં આવેલી બેલીમ મંગલભાઇ ઉર્ફે મહંમદભાઇ મોજમભાઇની જમીન વર્ષ 1999માં રજિસ્ટ્ર વેચાણ દસ્તાવેજથી રાખી હતી. વર્ષ 2000માં ભંવરલાલ ખાતેદાર હોવાના પુરાવા રજૂ કર્યા હતા જેનાં કારણે સર્કલ ઓફિસરે નોધકરી હતી. જેથી મામલતદારે ખોટા ખાતેદારના પુરાવા રજૂ કરી ભંવરલાલ ગૌડને નોટિસ આપી કાર્યવાહી કરી હતી. તે દરમિયાન તેઓએ આજોડમાં ખેડૂત ખાતેદાર અને જમીન પણ ધરાવતા હતા. જે જમીન એક્સપ્રેસ વેના માટે સંપાદન થઇ હતી. જેનો એવોર્ડ પણ રજૂ કરાયો હતો. 18 નવેમ્બરના રોજ વિરુદ્ધ ખોટુ ખેડૂત પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાની કલેક્ટરમાં રજૂઆત કરાઇ હતી. જેની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી. જેમા જાણવા મળ્યું હતું કે કરતા આજોડ ગામની જમીનમાં મહાશંકરભાઇ ઇચ્છારામ પંડ્યાનું નામ ખાતેદાર તરીકે દર્શાવ્યું હતું જ્યરે ભંવરલાલ ગૌડના નામનો કોઇ ઉલ્લેખ નથી. જેની મામલતદાર દ્વારા સુનાવણી કરાતા ગૌડ દ્વારા રજૂ કરાયેલું ખેડૂત હોવાનુ પ્રમાણપત્ર બનાવટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી કલેક્ટર દ્વારા 10 ડિસેમ્બરના રોજ ભંવરલાલ ગૌડ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો. જેથી કરજણ તાલુકા મામલતદાર દિનેશ કુમાર ફલજીભાઇ પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ભંવરલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.