Dahod

ભીલવાડામાં જુગાર પર પોલીસનો છાપો, નાસભાગમાં 1 ઝડપાયો, 6 ફરાર

રૂા.11500 રોકડા અને પાનાપત્તા જપ્તઃ એ ડિવિઝને 7 સામે જુગારનો ગુનો નોંધ્યો

દાહોદ તા.૦૨

દાહોદના ભીલવાડા તળાવ ફળિયામાં પોલીસે ઓચિંતો છાપો મારતા જુગારીઓના નાસભાગ મચી ગઈ ગઈ હતી. એક ખેલી ઝડપાઈ ગયો હતો. જ્યારે છ લોકો ફરાર થઈ ગયા હતા. સાત લોકો સામે ગુનો નોંધી એ ડિવિઝને કાર્યવાહી કરી હતી.

દાહોદ એ ડિવિઝન સ્ટાફના માણસો તકેદારી બંદોબસ્ત તેમજ દારૂ જુગારની કેશો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ભીલવાડા તળાવ ફળિયામાં ચાંદનીબેન સુર્યા સાંસીના મકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકોને બેસાડી નાળ ઉઘરાવી પાના પત્તા વડે હારજીતનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે બાતમીવાળી જગ્યાએ જુગારની રેઈડ કરતાં ઓચિંતી પોલીસને જોઈ ગોળુ કુંડાળુ રચી જુગાર રમી રહેલા ખેલીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં જયંતિ ઇશ્વર સાંસી રહે. ગોધરા રોડ હજારીયા ફળિયુને પકડી પાડ્યો હતો. જ્યારે ઉમેશ સાંસી, મોહન સાંસી, જીગુ સાંસી, વિશાલ મોહનિયા તથા શૈલેષ નામનો યુવક તમામ રહે. ભીલવાડા તળાવ ફળિયાનો નાસી ગયા હતા. દાવ પર લાગેલા 2,100 રૂપિયા તથા પાથરેલ ગોદડા નીચેથી રોકડા 9400 રૂપિયા મળી 11,500 રૂપિયા રોકડા તથા પાના પત્તા જપ્ત કરી ઝડપાયેલા એક સહિત સાત લોકો સામે જુગારનો ગુનો નોંધી દાહોદ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Most Popular

To Top