દાહોદ : દાહોદના ભીટોડી ગામ નજીક નેશનલ હાઈવે પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણ યુવાનો આ અકસ્માતમાં સપડાયા હતા. ઘટના સ્થળે જ એક યુવાનનું મોત થયું હતું, જ્યારે બે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન બીજા એક યુવકનું પણ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
મૃતદેહોને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યાં છે. અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.