દાહોદ: વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત ભીટોડી ગામ ખાતે મેડિકલ કોલેજના ઇન્ટર્ન સ્ટુડન્ટો દ્વારા ટીબી રોગ વિશે જાગૃતિ લાવવા ડ્રામા (નાટક) કાર્યક્રમ યોજાયો હતો.
આજ રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ તાલુકાના ભીટોડી ગામ ખાતે ઝાયડસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન સ્ટુડન્ટો દ્વારા ટીબી રોગ વિશે લોકલ બોલીમાં ડ્રામા દ્વારા લોકોમાં જન જાગૃતિ આવે તે માટે તથા કોઈને બે અઠવાડિયા કરતા વધુ ખાસી આવતી હોય તેવા લોકોને નજીકના સરકારી દવાખાને જઈને તપાસ કરાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. ટીબી નું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના માં વિનામૂલ્યે કરવામાં આવે છે
આવો સૌ સાથે મળીને આપણે આપણા ગામ ને ટીબી મુક્ત કરીએ ટીબી હારેગા દેશ જીતેગા
