ઉમરેઠના ભાલેજ ગામના કુરેશી મહોલ્લામાં સ્થાનિક પોલીસનો દરોડો
ભાલેજ પોલીસના દરોડામાં 150 કિલો ગૌવંશનું માસ અને અવશેષો મળ્યાં
(પ્રતિનિધિ) આણંદ તા.26
ઉમરેઠના ભાલેજ ગામમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી ગૌવંશ કતલ કરતા બે શખ્સને પકડી પાડ્યાં હતાં. આ દરોડામાં 150 કિલોગ્રામ ગૌમાંસ અને અવશેષો મળ્યાં હતાં. જ્યારે બે ગૌવંશને જીવતા બચાવી લેવામાં આવ્યાં હતાં. આ અંગે બન્ને સામે ગુનો નોંધી અડધા લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભાલેજ પોલીસના આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રભાઈને બાતમી મળી હતી કે, ભાલેજના કુરશી મહોલ્લા મસ્જીદની સામેની ગલીમાં રહેતા જીલાની ઉર્ફે કાણીયો કાસમભાઈ કુરેશી તેના ભાઇ જાકીર ઉર્ફે બાપુ કાસમભાઈ કુરેશી સાથે પોતાના મકાનમાં ગૌવંશની કતલ કરી રહ્યાં છે. આ બાતમી આધારે ભાલેજ પોલીસે ટીમ બનાવી 26મીની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે મકાનમાં જતાં બે શખ્સે ભાગમભાગ કરી હતી અને બીજા માળે થઇ પાછળના ભાગ તરફ જતા પોલીસે પીછો કર્યો હતો. જોકે, બન્ને અંધારાનો લાભ લઇ મકાનના પાછળના ધાબેથી ભાગી ગયાં હતાં. ભાલેજ પોલીસે મકાનમાં સર્ચ કરતાં રૂમમાં ટુંકા દોરડાથી ક્રૂર રીતે લાલ કલરનો બળદ બાંધેલો હતો તથા એક કાળા કલરની નાનું વાછરડું હતું. આ ઉપરાંત ભોંય તળીયે તાજુ કતલ કરેલું પશુનું હાડમાંસ પડેલું હતું. જેના પગ કાપેલી હાલતમાં દિવાલને અડીને મુકેલાં હતાં. પશનુ માથુ, પુછડુ, કાન સાથે ચામડી ઉતારેલી હાલતમાં પાડમાંસ પડેલું હતું. ભોંયતળીયે લોહી વહેતું પડેલું હતુ અને હાડમાસમાં તથા આસપાસમાં કતલ કરવાના સાધન સામગ્રી પડેલાં હતાં. આ અંગે તપાસ કરતાં ગૌવંશની કતલ કરાઇ હોવાનું જણાયું હતું. આથી, પોલીસે એફએસએલની મદદ લેતાં અવશેષો અને માંસ ગૌવંશના જ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું. આથી, પોલીસે સ્થળ પરથી દોઢ સો કિલો ગૌમાંસ, બે ગૌવંશ, લોખંડની છરી, એક્ટિવા સહિત કુલ રૂ.57,530નો મુદ્દામાલ જપ્ત કરી જીલાની ઉર્ફે કાણીયો કાસમ કુરેશી અને જાકીર ઉર્ફે બાપુ કાસમ કુરેશી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
