Vadodara

ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં દેવદૂત બનીને કામ કરી રહી છે NDRFની ટીમ


વડોદરામાં આજે વધુ ૭૫ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડતા NDRF ના જાંબાઝ જવાનો*
***

ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વડોદરામાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ અને સ્થળાંતર કામગીરી ચાલી રહી છે. એન.ડી.આર.એફ.ના જાંબાઝ જવાનોએ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આજે વડોદરામાંથી વધુ ૭૫ લોકોનું રેસ્ક્યુ કરીને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી ૨૦ પુરૂષો, ૧૪ મહિલા અને પાંચ બાળકો સહિત કુલ ૩૯ લોકોને એન.ડી.આર.આફ.ની ટીમે ઉગારી લીધા છે. તો વડસર વિસ્તારમાંથી ૧૦ પુરૂષ, ૧૫ મહિલા અને ૧૧ બાળકો સહિત કુલ ૩૬ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આમ, આજે વડોદરામાં પાણીમાં ફસાયેલા વધુ ૭૫ લોકોનું રેસ્ક્યુ કરી એન.ડી.આર.એફ.ના જાંબાઝ જવાનોએ ફરજનિષ્ઠાની સાથે પોતાની પ્રતિબદ્ધતાનો પરિચય કરાવ્યો હતો.

બચાવકાર્ય ઉપરાંત અસરગ્રસ્ત નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તેને નૈતિક જવાબદારી સમજીને એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા દેણા વિસ્તારમાં લોકોને કઢી-ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
*૦૦૦*

Most Popular

To Top