હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે વરસાદ ના શરૂ થયેલા નવા રાઉન્ડ માં વડોદરાના શિનોરમાં સતત 3 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. શિનોર માં સતત 3 દિવસથી ભારે પવન સાથે વરસેલા વરસાદ દરમિયાન મીની વાવાઝુડું ફૂંકાયું હતું. જેમાં કેળનો ખેતી પાક કરતા ખેડૂતોને ભારે નુકશાન થતા હાલત કફોડી બની છે. સતત 3 દિવસથી ભારે વરસાદ સાથે શિનોર પંથકમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા મોટા ફોફળિયા ગામની અંદાજિત 20 વીઘામાં કેળનો ખેતીપાક જમીનદોસ્ત થતા કેળનો ઉભોં પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો .ઉલ્લેખનીય છે કે ખેડૂતોનો કેળનો ખેતી પાક 90 % જેટલો તૈયાર થયેલો હતો અને નવરાત્રી બાદ કેળના તૈયાર પાકનું ખેડૂતોને ઉત્પાદન લેવાનું હતું. પરંતુ એ પહેલા જ ભારે પવન ના કારણે જગતનો તાત બરબાદ થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. જેના પગલે ખેડૂતો દ્વારા નુકશાની નું સર્વે કરાવી સરકાર વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે…
ભારે પવન સાથે વરસાદથી શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ખેડૂતોનો કેળાનો ઉભો પાક બરબાદ
By
Posted on