Vadodara

ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સંભવિત સ્થિતિને પગલે શહેરમાં એલર્ટ, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત પોલીસનું સઘન ચેકીંગ

એરપોર્ટ પર ચૂસ્ત બંદોબસ્ત સાથે બેરીકેટીગ કરી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

(પ્રતિનિધિ) વડોદરા તા.10

પહેલગામ આતંકી ઘટના બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમા આવેલા 9 જેટલા આતંકવાદી લોન્ચપેડ પર એરસ્ટ્રાઇક કરતાં પાકિસ્તાન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ભારતીય સરહદે સંઘર્ષ વિરામ નું ઉલ્લંઘન કરીને મોર્ટાર,તોપ,ટેન્ક,ડ્રોન, મિસાઈલ થી હૂમલો કરી સરહદી વિસ્તારમાં નિર્દોષ નાગરિકો તથા સેના અને હવાઇ અડ્ડાઓ ને નિશાન બનાવી રહ્યું છે જેના કારણે સંભવિત બે દેશો વચ્ચે યુધ્ધની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે તેને જોતાં સરકાર દ્વારા સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ તમામ એરપોર્ટ પર વિશેષ ચોકસાઇ રાખવાની સૂચના આપવામાં આવી છે ત્યારે શહેરના એરપોર્ટ, રેલવે સ્ટેશન,બસસ્ટેશન, શહેરમાં પ્રવેશતા માર્ગોમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ગત તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમા આવેલ બૈસરન ઘાટી ખાતે દેશના વિવિધ ભાગોમાંથી પરિવાર સાથે ફરવા માટે ગયેલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા નામ અને ધર્મ પૂછીને 26 પુરુષોને તેમના પત્ની, બાળકો અને પરિવારના સભ્યો સામે જ ગોળીઓ ધરબી દઇને નિર્મમ હત્યા કરવામાં આવી હતી સાથે જ મૃતકના મહિલાઓને તમારી સરકાર અને મોદીને કહી દેવા જણાવ્યું હતું. આ આતંકી કાયરતા પૂર્ણ કૃત્ય ને દેશ દુનિયામાં સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું અને આતંકવાદ તથા તેના આકાઓ સામે સખત કાર્યવાહી ની દેશમાં માંગ ઉઠી હતી જેના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘ઓપરેશન સિંદુર’ અંતર્ગત પાકિસ્તાન તથા પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આવેલા 9 જેટલા આતંકવાદી લોન્ચપેડ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી જેમાં 90 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા જેને લઇને પાકિસ્તાન ખિજાયુ હતું અને ચોર કોટવાલને દંડે તે રીતે છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન ભારતીય સરહદે આવેલા નિર્દોષ નાગરિકો તથા સેનાની ચોકીઓ સાથે જ સરહદી હવાઇ અડ્ડાઓ પર મિસાઈલ,ડ્રોન, મોર્ટાર, તોપ,ટેન્ક અને વિવિધ હથિયારો થકી બેફામ ફાયરિંગ કરી નિશાન બનાવી રહ્યું છે જેનો જવાબ ભારતની ત્રણેય સેના આપી રહી છે ત્યારે દેશના ગૃહમંત્રી દ્વારા દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ એરપોર્ટ સહિતની સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરવા સૂચનાઓ આપી છે જેના પગલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસસ્ટેશન, ઔધોગિક એકમો ની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા સૂચના આપતા વડોદરા શહેર પોલીસ દ્વારા એરપોર્ટ પર, રેલવે સ્ટેશન, ઔધોગિક એકમો ગુજરાત રિફાઇનરી સહિત પોલીસ દ્વારા બેરીકેટીગ કરી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તથા શહેરના અંદરના પ્રવેશ માર્ગ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું સાથે જ એરપોર્ટ પર તથા આસપાસના વિસ્તારોમાં ક્રાઇમબ્રાંચ ની ટીમ દ્વારા તટસ્થતાથી તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top