Vadodara

ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા પહેલ

એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ યોજના અંતર્ગત ધાર્મિક પ્રવાસ

ભારત ગૌરવ ટ્રેન હેઠળ એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી

( પ્રતિનિધી )વડોદરા,તા.14

ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત IRCTC દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પૂરી ગંગા સાગર સાથે દિવ્ય કાશી રામલલ્લા દર્શન કરી શકાશે.

યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તા. 23 ઓક્ટોબરથી 2 નવેમ્બર (10 રાત્રી / 11 દિવસ) રાજકોટ થી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ,રતલામ, ઉજ્જૈન, સંત હીરદારામનગરથી બેસી શકશે. આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા જગન્નાથ પુરી, ગંગાસાગર, ગયા, બનારસ (કાશી), અયોધ્યાના દર્શન કરવાનો લાભ મળશે. આઈઆરસીટીસી તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં આઈઆરસીટીસી મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે. આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂ.21,200 કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ.38,100 અને કમ્ફર્ટ ક્લાસ – 2AC માટે રૂ.46,800 ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં આઈઆરસીટીસી દ્વારા એલટીસી સુવિધા પણ આપવામાં આવી રહી છે. શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. હવે પેકેજ બુક કરો ઈએમઆઈથી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. આઈઆરસીટીસી ની વેબસાઇટ www.irctctourism. com પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકાશે.

Most Popular

To Top