Vadodara

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિમોરચા દ્વારા મહર્ષિ વાલ્મિકી” જન્મ જયંતીની ઉજવણી કરાઈ

સનાતન સંસ્કૃતિના મહાન ગ્રંથ રામાયણના રચયતા 

મહર્ષિ વાલ્મિકી”ની આજે જન્મ જયંતિ હોઈ અનુસુચિત જાતિ મોરચા દ્વારા શહેર ભાજપ અધ્યક્ષ ડો. જય પ્રકાશભાઈ સોની ના અધ્યક્ષ સ્થાને જન્મ જયંતિ ઉજવણી નો કાર્યક્રમ યોજાયો.

” મહર્ષિ વાલ્મિકી” ને માળા અર્પણ કરી અધ્યક્ષ ડો. જયપ્રકાશ ભાઈ સોનીએ જણાવ્યું હતું કે હજારો વર્ષ પૂર્વે રચાયેલ રામાયણ ગ્રંથમાથી સમાજને સામાજિક સમરસતાની પ્રેરણા મળતી રહી છે. હજારો વર્ષ પૂર્વે પણ સમાજમાં સૌને સાથે લઈ ભગવાનશ્રી રામેં એ આસુરી શક્તિ તને પરાજીત કરી.
ત્યારે વર્તમાનમાં પણ દેશમાં વિભાજનકારી શક્તિઓ સક્રિય બની છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના
“સૌનો સાથ” “સૌનો વિકાસ ” ” સૌનો પ્રયાસ ” માં સામાજિક સમરસતાની પ્રેરણા મળે છે. ત્યારે આવનાર સમયમાં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કરવા માટે સામાજિક સમરસતાને જીવનમાં ઉતારીએ તે જ ” મહર્ષિ વાલ્મિકી ” પ્રત્યે સાચી શ્રદ્ધા છે
કાર્યક્રમમાં મોરચાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. મહામંત્રી શ્રી મનીષ કાપડિયા એ આભાર વિધિ કરી હતી.

Most Popular

To Top