Vadodara

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે નિધન

  • વડોદરાના એકમાત્ર ક્રિકેટર જે ભારતીય ટીમના કપ્તાન બન્યા હતા.
  • ડી.કે.ગાયકવાડનો મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન દત્તાજીરાવ ગાયકવાડે મંગળવારે 95 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ તરફથી તેઓ 1952 થી 1961 સુધી યોગદાન આપી ચુક્યા છે.

ડી.કે. ગાયકવાડ એ વડોદરાના એવા એકમાત્ર ક્રિકેટરનું નામ છે જે ભારતીય ક્રિકેટ ટીમનું સુકાન સાંભળી ચુક્યા છે. મંગળવારના રોજ દત્તાજીરાવ ગાયકવાડે અંતિમ શ્વાસ લીધા. 95 વર્ષની ઉંમરે તેઓનું નિધન થતા ક્રિકેટ રસિકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. સવારે તેઓના નિવાસ્થાને નિધન થતા ક્રિકેટ રસિકો તેમજ તેઓના પરિવારજનો અને શહેરના નગરીકો શ્રદ્ધાંજલિ અર્પવા પહોંચ્યા હતા. તેઓના પાર્થિવ શરીરને કીર્તિ મંદિર ખાતે કે જ્યાં ગાયકવાડ પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં લઇ જવાયો હતો અને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેઓના પુત્ર અંશુમાન ગાયકવાડ પણ ભારતીય ટીમમાં પોતાનું યોગદાન આપી ચુક્યા છે. દત્તાજીરાવ ગાયકવાડ 1953 થી 1962 સુધી ભારતીય ટિમ તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેઓએ 5 જૂન 1952 ના દિવસે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને પ્રથમ મેચ ઇંગ્લેન્ડ સામે રમ્યા હતા. તો અંતિમ ટેસ્ટ 13 જાન્યુઆરી 1961 ના દિવસે પાકિસ્તાન સામે રમ્યા હતા. તેઓના નિધન બાદ વડોદરાવાસીઓ તેઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Most Popular

To Top