શહેરમાં દુષ્કર્મની ઘટના બાદ અન્ય રાજ્યોમાંથી આવી વસવાટ કરતા લોકો સંખ્યા વધારે હોવાની વિગતો સપાટી પર આવી છે.
ભાડુઆત અથવા તો કોઇ સબંધીના મકાનમાં રહેતી વ્યક્તિએ પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર નજીકના પોલીસ સ્ટેશનમાં તેઓની વિગતો સાથેની નોંધણી કરાવવાની હોય છે. પરંતુ તેનુ પાલન થતું હોય તેવું લાગતુ નથી. જેથી આ પ્રકારના લોકો અનેક વખત ગુનાને અંજામ આપ્યા બાદ નાસી છુટતા હોય છે. હવે ભાયલી જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે વડોદરા પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સર્ચ ઓપરેશનની સાથે સર્વેની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સરકારી જમીન પર બાંધેલા ઝુપડા તથા ગેરકાયદે બનાવેલા મકાનોની સાથે જે મકાનમાં ભાડુઆત તરીકે રહેતી વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં નોંધણી નહીં કરાવી હોય તેવા તમામનો સર્વે હાથ ધરાશે.. જો ભાડુઆતની નોંધણી નહીં જણાય તેવા કિસ્સામાં એ વ્યક્તિ સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ તેમજ ગુનાહિત પ્રવૃતિ આચરવાની ટેવ ધરાવતા લોકોની તપાસ કરી રેકોર્ડ તૈયારી કરવાની શરૂઆત કરાઈ છે આમ પોલીસ કમિશનરની સખ્ત સુચના બાદ આ રીતે વડોદરા શહેરના ઝોન-૧ ઝોન-2 પોલીસ સ્ટેશન વિસ્તારમા કોંબીંગનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રીજ પાસે આવેલ ફાતીમા રેસીડેન્સી, આલીયા રેસીડેન્સી તથા બોરીયા 1,2 તેમજ રૂષીનગર, ગોરવા ગામ તથા ગરાસીયા મોહલ્લામાં કોમ્બીંગની કામગીરી.થઈ હતી.
ભાયલી સામુહિક દુષ્કર્મની ઘટના બાદ શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદે અને ભાડે રહેતા લોકોની તપાસ શરૂ
By
Posted on