Vadodara

ભાયલી સગીરા ગેંગરેપ : આરોપીઓની મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ

પોલીસ દ્વારા વિધર્મી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ…

ભાયલી વિસ્તારમાં બનેલા ચકચારી ગેંગરેપના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીઓને આગળની કાર્યવાહી માટે જિલ્લા પોલીસને સોંપ્યા હતા. પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓની ઓળખ પરેડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં 4 ઓક્ટોબરના રોજ તેના મિત્ર સાથે રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ બેઠી હતી. તે દરમિયાન મોપેડ અને બાઈક પર પાંચ જેટલા શખસો તેમની પાસે આવ્યા હતા. જેમાંથી બે શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. જ્યારે બાકીના ત્રણ જણાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચાર્ય બાદ મોબાઇલની લૂંટ કરીને ભાગી ગયા હતા. જેના પગલે જિલ્લા પોલીસ સહિત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી. ત્યારબાદ મોબાઈલની લૂંટ કરીને ત્રણેય જણા ફરાર થઈ ગયા હતા. સગીરા મોઢે સુધી ઘરે નહીં પહોંચતા તેની માતાએ ફોન કર્યો હતો જે આરોપી એ રીસીવ કરી લેતા જ લોકેશન ટ્રેસ થઈ ગયું હતું અને ક્રાઈમ બ્રાન્ચે ગેંગરેપ કરનાર મુન્ના અબ્બાસ બનજારા,મુમતાજ બનજારા અને શાહરૂખ બનજારા ને ઝડપી પાડ્યા હતા. પરંતુ ગુનો જિલ્લા પોલીસનો હોય ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપ્યા હતા. ઘટના સ્થળ પર સગીરા અને તેના મિત્રને અપશબ્દો બોલી જતા રહેલા સેફ અલી વણઝારા અને અફઝલ વણઝારા ની પણ અટકાયત થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા આરોપીઓની મેજિસ્ટ્રેેેેેટ સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી રહી છે.ત્યારે આરોપીઓની વધુ પૂછપરછ કરવા માટે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી બીએચ ચાવડાના સુપરવિઝન હેઠળની એસઆઇટીની રચના કરાય છે. આ ટીમ દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top