Vadodara

ભાયલી વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લો, આવાસ યોજનાના મકાનો ફક્ત હિન્દુઓને આપો, સ્થાનિકોની માગ

પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે ભાયલીના સ્થાનિકો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે પહોંચ્યા
વડોદરા: ભાયલી વિસ્તારમાં આગામી દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો માટેના ડ્રો થનાર છે. ત્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી હોય આવાસ યોજનાના મકાનો ફક્ત હિન્દુ લાભાર્થીઓને જ ફાળવવામાં આવે તથા ભાયલી વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવાની માંગ સાથે ભાયલી વોર્ડ નં.10 વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે તેવી માંગ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) દ્વારા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રી ને મળીને આ હિન્દુ વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવાની રજૂઆત સાથે સાથે અહીં પ્રધાનમંત્રી આવાસો અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ફક્ત હિન્દુ લાભાર્થીઓને જ મકાનો ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે.

આજે સ્થાનિકો સાથે વોર્ડ નં.10ના મ્યુનિસિપલ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરના માધ્યમથી સરકારને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top