એક પખવાડિયામાં બીજી દુર્ઘટના બની ગઈ
વડોદરા: જિલ્લામાં રખડતા નીલગાયના ટોળા રોડ વચ્ચે આવી જતા વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ લોકો મોતને ભેટે છે. ભાયલી ગામની સીમમાં આવેલાં વેતન બાયપાસ રોડ ઉપર આવેલી જય સિમેન્ટ કંપનીમાં બાંધકામ થઈ રહ્યું છે. ત્યાં ટાઇલ્સ ફીટીંગ નું કામ પૂરું કરીને 26 વર્ષીય કુશાલગીરી ખેતગીરી ગોસ્વામી (રહે: એ/૧૦૪, ઓમ રેસીડેન્સી, ઈન્દિરાનગર નજીક વડસર બ્રીજ પાસે) મૂળ: બિરલોકા તા: ખીમસર જી: નાગોર રાજસ્થાન, 16 તારીખે રાત્રે તેમના બાઇક પર વડસર આવતા હતા. આશરે દસેક વાગ્યે બાયપાસ રોડ ઉપર થી પસાર થતાં એકાએક ઝાડીમાંથી નીલગાય રોડ વચ્ચે આવી ગઈ હતી બાઈક ચાલક કાબુ મેળવે તે પૂર્વે નીલ ગાયને અથડાઈ હતી અકસ્માતના પગલે યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર અર્થે જાગ્રતને હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબો એ મૃત જાહેર કર્યો હતો.
કરુણ ઘટના અંગે મૃતકના ભાઈ ઈશ્વર રામ ચૌધરીએ જણાવ્યું હતું કે ગત ઓક્ટોબર માસમાં જ કુશલગીરીના લગ્ન થયા છે. મૂળ રાજસ્થાન નો પરિવાર રોજી રોટી મેળવવા માટે વડોદરામાં ટાઇલ્સ ફીટીંગ નું કામ કરતો હતો યુવાનના આકસ્મિક મોતના કારણે પરિવારજનોમાં શોપ આપી ગયો હતો. મૃતકના ભાઈની અરજી આધારે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પણ આણંદના બ્રાહ્મણનું નીલગાય અથડાવવાથી મોત્ નિપજ્યું હતું.