બાવળના ઝાડની ડાળી સાથે મફલર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો
તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 10
વડોદરા જિલ્લાના ભાયલી ગામની સીમમાંથી એક યુવકનો બાવળના ઝાડની ડાળી સાથે મફલર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી કરી.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના ભાયલી ગામ ખાતે ભાયલી ગામની સીમમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના મેઘનગર તાલુકાના એક ગામનો ભુરાભાઈ મગનભાઈ નામનો યુવક રહેતો હતો. જે ગામની સીમના સર્વે નંબર 1373 / a ફરમાનભાઈ રાવજીભાઈ ગોહિલ ના ખેતરમાં બનાવેલ ઓરડીમાં રહેતો હતો. રોડની બાજુમાં ભાયલી ગામ તાલુકો જીલ્લો વડોદરા તારીખ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:00 વાગ્યા ના સુમારે ભાયલી ગામની સીમના સર્વે નંબર 1373/a ના ખેતરની બાજુમાં આવેલા પડતર જગ્યામાં બાવળના ઝાડની ડાળીએ મફલરથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે પોલીસને જાણ કરાતા વડોદરા તાલુકા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.મૃત્યુનુ ચોક્કસ કારણ આ લખાય છે ત્યાં સુધી જાણી શકાયું નથી.
