નવી અલકાપુરીના નામે ઓળખાઈ રહેલા પશ્ચિમના વિસ્તારોને અશાંત ધારામાં સમાવેશ કરવા ડભોઇના ધારાસભ્યે મુખ્યમંત્રીને ભલામણ કરી
લઘુમતી કોમના સમાજે ભાયલી તરફ પગ પેસારો કરતા હિન્દુઓમાં ભયનો માહોલ
અલકાપુરીથી નજીક આવેલા ભાયલી ગામની આસપાસ કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા જંગી પ્રમાણમાં મિલકતોના વિકાસ વચ્ચે ખાસ કરીને હિન્દુઓ વસવાટ કરી રહ્યા છે તે વિસ્તારોમાં લઘુમતી સમાજનો પગ પેસારો થઈ રહ્યો હોવાથી ભાયલી વિસ્તારનો અશાંતધારામાં સમાવેશ કરવા ડભોઇના ધારાસભ્યે અરજી કરી હતી.
ડભોઇ વિધાનસભાના મત વિસ્તારમાં આવતા ભાયલી અને તેની આસપાસનો વિસ્તારમાં ટૂંક સમયમાં હજારો સોસાયટીઓ, વિશાળ કોમ્પ્લેક્સ સહિતના વિશાળ માત્રામાં કામો થઈ રહ્યા છે. ભાઈલી અને આસપાસ માં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ પણ બની રહી છે. 80 થી ૯૦ ટકા હિંદુ વસ્તી હોવા છતાં લઘુમતી કોમ ભાયલી વિસ્તારમાં પગ પેસારો કરી રહી છે. જેથી તે સમગ્ર વિસ્તારને અશાંત ધારામાં સમાવેશ કરી લેવાય તો બંને કોમના વચ્ચે વૈમનસ્ય ના ફેલાય તેમજ ભાઈચારાની ભાવના કેળવાય રહે તેવા વિચારો સાથે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ભલામણ કરી હતી.
ધારાસભ્યે એવું પણ જણાવ્યું હતું કે, ખાસ કરીને મિલકતોના પ્રશ્નો ઉભા જ ન થાય અને સમાજમાં કાયદો તથા વ્યવસ્થા જળવાઈ તે હેતુસર પ્રશાંત તારો સત્વરે લાગુ કરવો જોઈએ. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે બિલ ભાયલી ચાપડ સહિતના આસપાસના વિસ્તારો ઘણા જ સમૃદ્ધ છે . છેલ્લા પાંચ દસ વર્ષમાં આ તરફના વિસ્તારોમાં કરોડો રૂપિયાના બાંધકામોની સ્કીમો બની હોવાથી મોટા પ્રમાણમાં હિન્દુઓ વસવાટ કરી રહ્યા છે તે વિસ્તારોમાં પુરાના સરકારી આવાસો પણ બન્યા છે જે આવાસો બંને કોમ ના પોતપોતાના વિસ્તારમાં જ બનાવવા જોઈએ.એક જ કોમનો વસવાટ હોય તો કોઈ અનિચ્છનીય બનાવો ક્યારેય બને જ નહીં.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ અશાંત ધારા ક્યારે લાગુ થશે?
બે દાયકાથી વડોદરાની બહાર રોકેટ ગતિએ જે રીતે વિકાસ થયો છે તે જોતા તંત્રએ સજાગ બનીને કાયદામાં સત્વરે ફેરફાર કરવો જોઈએ. કારણ કે ભૂતકાળમાં પણ અનેક વખત નવા વિસ્તારોના રહેવાસીઓએ શાંત ધારા લાગુ કરવા ધારાસભ્યોને રજૂઆત કરી છે તેમ જ કલેકટરને પણ વિનંતીઓ કરી ચૂક્યા છે છતા સરકારી તંત્ર લાંબા અરસા બાદ જાગે છે ત્યાં સુધીમાં તો લઘુમતી કોમના અનેક પરિવારો હિન્દુ વિસ્તારની આસપાસ વસવાટ કરી ચૂક્યા હોય છે. નવા વિસ્તારોમાં જ્યારે ડેવલોપિંગ થાય છે ટીપી અને એફપી પડે છે ત્યારથી અશાંતધારાના કાયદાનો અમલ થાય તો ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઉદભવે જ નહીં. ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ જે આવકારદાયક પગલું ભર્યું છે તેનું અન્ય ધારાસભ્યોએ પણ અનુકરણ કરવું જોઈએ જેથી પોતપોતાના વિસ્તારોમાં બંને કોમ વચ્ચે શાંતિ અને સલામતી જળવાઈ રહે
