વડોદરા: ભાયલી ગ્રીન ફિલ્ડ-૩ ખાતે બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. રહેણાક મકાનના બેઝમેન્ટમાં લિફ્ટના ગાળામાંથી મધુબેન પઢિયાર નો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી.ત્યારબાદ પોલીસેની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
લિફ્ટના ગાળામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને મૃતકની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
પોલીસે આ મામલે ગુનાહિત કાવતરાની શક્યતા કે પાછી દુર્ઘટના તે દિશામાં તપાસ હાથ ધરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.