Vadodara

ભાયલીની અંજના હોસ્પિટલની બિલ્ડિંગના છત પર કરાયેલું ગેરકાયદે બાંધકામ

ખ્યાતિ કાંડ જેવા વિવાદમાં આવેલી આ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી, સામાન્ય જનતાને દેખાય તેવુ બાંધકામ કેમ પાલિકાના અધિકારીઓને દેખાતુ નથી ?
અધિકારીઓ દ્વારા કેમ હોસ્પિટલના સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે ?

પ્રતિનિધિ વડોદરા તા.23
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ તેના જેવાં કૌભાંડમાં વડોદરાના ભાયલી સેવાસી રોડ પર આવેલી અંજના મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી હતી. પરંતુ તેના સંચાલક દ્વારા લુલો બચાવ કરી લેતા વિવાદ શાંત પડી ગયો હતો. પરંતુ હવે ફરી અંજના હોસ્પિટલના વિવાદમાં આવી છે. જેમાં હોસ્પિટલના છત પર સત્તીધીશો દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં પાલિકાના અધિકારીઓની આખે કેમ દેખાતુ નથી ? કેમ હોસ્પિટલના સંચાલકો છાવરવામાં આવી રહ્યા છે. ?
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવા કૌભાંડમાં ભાયલી સેવાસી રોડ પર આવેલી આવેલી અંજના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા પણ કાંડ કરવામાં આવ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં દર્દીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે જેમને જરૂર નથી તેમને ઓક્સિજન માસ્ક પહેરાવાય છે અને તે ફોટાને આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતા હોય છે. પરંતુ હોસ્પિટલના સંચાલકો દ્વારા લુલો બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અંજના મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ફરીવાર વિવાદોના ઘેરામાં આવી છે. તક્ષશીલા કાંડમાં ઘણા બાળકોનો માત નિપજ્યા હતા. જેના કારણે કોર્ટ દ્વારા કોઇ પણ મોટી બિલ્ડિંગ હોસ્પિટલ કે હોટલ હોય પરંતુ છત પર કોઇ પ્રકારનું બાંધકામ નહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ ભાયલી સેવાસી રોડ પર આલી હોસ્ટિપલના સત્તાધીશો દ્વારા પોતાની મનમાની કરીને હોસ્પિટલના છત પર બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે જ્યારે કોઇ આગ લાગવાની ઘટના બને તો લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ તો નવાઇ રહી છે. ત્યારે આ હોસ્પિટલના સત્તાધીશોની દાદાગીરી સામે પાલિકા દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. છત પર કરેલુ બાંધકામ સામાન્ય જનતા પણ દેખાય તેવુ છે તો પછી પાલિકાના અધિકારીઓને કેમ ગેરકાયદે બાંધકામ દેખાતુ નથી. અધિકારીઓ દ્વારા કેમ હોસ્પિટલના નોટિસ નહી આપીને છોવરવામાં આવી રહી છે. ત્યારે સામાન્ય લોકો સામે એક્શન લેવામાં પાછી પડતી પાલિકાના અંજના હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં કેમ હાથ ધ્રુજી રહ્યા છે.

Most Popular

To Top