Vadodara

ભાદરવી પૂનમે વડોદરાથી અનેક સંઘ અંબાજી પહોંચશે…

શ્રધ્ધાળુઓ માટે પગપાળા માર્ગે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામો તથા પાણી -નાસ્તા-જમવાની વ્યવસ્થા..

અંબાજી ની ધજા, રથ સાથે પદયાત્રીઓ 12 તારીખથી ન અંબાજી જવા માટે નીકળ્યા છે. ભાદરવા સુદ પૂનમ એટલે કે ભાદરવી પૂનમે બનાસકાંઠાનવા અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે . જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે તા.12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવ્યો છે. વડોદરા શહેર જિલ્લામાંથી ઘણાં શ્રધ્ધાળુઓ તથા સંઘ પગપાળા અંબાજી જવા ધજા, રથ સાથે રવાના થયા છે. તમામ યાત્રાળુઓ માટે રસ્તામાં સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો દ્વારા પીવાના પાણીની, વિસામાની તથા ચ્હા-નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ફરતી એમ્બ્યુલન્સ પણ યાત્રીઓને કોઇ ઇમરજન્સી હોય તો તેના માટે કેટલીક હોસ્પિટલ તરફથી ફરતા દવાખાના તરીકે વ્યવસ્થા કરવામાં આવી છે.
પૌરાણિક માન્યતા મુજબ દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળાં શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયાં અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયાં.બીજી એક માન્યતા અનુસાર દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ 170 વર્ષ પુરાણો છે. આ વર્ષે અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. . આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, સમાન મુકવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવી છે.

Most Popular

To Top