મધુનગરના લાભાર્થીઓને પ્રોવિઝનલ ફાળવણી પત્ર આપવામાં આવ્યા હતા
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝૂંપરપટ્ટી તોડી પાડી અને નિયમ અનુસાર ચૂકવાતું ભાડું અને આવાસ નહીં મળતા લાભાર્થીઓએ રાવપુરા આવાસની કચેરી ખાતે વિરોધ કરી રજુઆત કરી હતી.

વડોદરા શહેરના જુદા જુદા સ્લમ વિસ્તાર પૈકી મધુનગર વાઘોડિયાના લાભાર્થીઓને પ્રોવિઝનલ ફાળવણી પત્ર આપવામાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇન સીટુ સ્લમ રિહેબીલીટેશન પી.પી.પી ધોરણે ફલેટ ટાઇપ તૈયાર થનાર આવાસોમાં આવાસની ફાળવણી પી.પી.પી અને સ્લમ પોલિસી, પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઇડલાઇન મુજબ કરવામાં આવશે. જરૂરી સાધનિક કાગળો, પુરાવા ઇજારદાર દ્વારા નિયુક્ત NGOને રજૂ કરવાના રહેશે અને તે મુજબની સંમતી રજુ કર્યેથી, આવાસ પૂર્ણ થયેથી યોજનાની ગાઇડલાઈન મુજબ આવાસનો કોમ્પયુટરાઇઝડ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવશે. જે બાદ આવાસનો ઓરીજનલ ફાળવણી પત્ર પોલિસી મુજબ આપવામાં આવશે.આવાસનું પઝેશન મળે ત્યા સુધી માસીક રૂપીયા 2 હજાર ભાડુ તરીકે ઇજરદાર દ્વારા ચુકવવામાં આવશે. આવાસ ફાળવણી ડ્રો થયેથી એસોશીએશન બનાવવાનું રહેશે અને તે અંગેની નીયત એસોશીએશન ફી જમાં કરાવવાની રહેશે. આવાસની ફાળવણીને લગતા તમામ નિર્ણયોની સત્તા વડોદરા મહાનગરપાલિકાને આધિન રહેશે. જોકે, લાભાર્થીઓને અત્યાર સુધીનું ભાડું અને મકાનો નહીં મળતા લાભાર્થીઓએ રાવપુરા આવાસની કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો હતો.