Vadodara

ભાજપે સફાઈ મિત્રના હસ્તે ધ્વજારોહણ કરાવી સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો

સમારોહમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા ડૉ. જય પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે 15 મી ઓગસ્ટે મળેલી આઝાદી આપણા માટે ખૂબ મુલ્યવાન છે. ભારત ઉપર અનેક વિધર્મી આક્રાંતાઓએ
આક્રમણ કરી આપણને ગુલામ બનાવ્યા, પરંતુ સમગ્ર ભારત ઉપર કોઈ વિધર્મી આધિપત્ય જમાવી શક્યું નહીં. ભારતની સંસ્કૃતિ અને રાષ્ટ્ર પૌરાણિક હોઈ જ્યારે જ્યારે આક્રમણો થયા તેવા કાલા અંતરે દેશમાં છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષોએ જન્મ લઇ ભારતને બચાવ્યો હતો. સ્વાધીનતા સંગ્રામમાં ક્રાંતિકારીઓના યોગદાનને નમન કરી વડોદરાના મહારાજા ખ’ડેરાવ ગાયકવાડ, સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ક્રાંતિકારીઓને કરવામાં આવેલી તમામ મદદ યાદ અપાવી હતી.

આજે આપણો દેશ સ્વતંત્રતા મનાવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીજીના “”વિકસિત ભારત ” “”
ના સંકલ્પ માટે નાગરિક ધર્મ બજાવી પ્રત્યેક કાર્ય દેશહિતને ધ્યાનમાં રાખી, દેશ માટે જ કામ કરવા આહવાન કર્યું હતું.

Most Popular

To Top