- સૌથી વડીલ ધારાસભ્યએ ઉમેદવારના હાથે ખેસ ના પહેર્યો
- ખુલ્લી જીપમાં સન્માન કરવા ગયેલા ઉમેદવારને સ્પષ્ટ ના પાડી દીધી
ભાજપમાં હવે ઉમેદવારો સામેનો વિરોધ ખુલીને બહાર પડી રહ્યું છે ત્યારે વડોદરા ના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી સામે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે પણ નારાજગી બતાવી હોવાનું જણાઈ રહ્યું છે. ધારાસભ્ય યોગેશ પટેલે ભાજપના ઉમેદવારના હાથે ખેસ પહેરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
લોકસભાની ચૂંટણી માટે વડોદરામાં ફેલાયેલા રાજકારણમાં અગાઉ રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તેઓનો વિરોધ થતાં તેઓએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી અને નવા ઉમેદવાર તરીકે ડો. હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી. જોકે હેમાંગ જોશીના નામની જાહેરાત બાદ પણ તેઓનો વિરોધ જોવા મળ્યો હતો બીજી તરફ હેમાંગ જોષી એ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને વિવિધ વિસ્તારોમાં પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે એક એવું ચિત્ર સામે આવ્યું જેમાં વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ પણ હેમાંગ જોષીથી નારાજ હોય તેવું જણાઈ આવ્યું છે. ખુલ્લી જીપમાં જ્યારે પ્રચાર ચાલી રહ્યું હતું ત્યારે હેમાંગ જોશી યોગેશ પટેલને પોતાના હાથે ખેસ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યોગેશ કાકાએ તરત જ ના પાડી અને ખેસ હાથમાં લઇ લીધો હતો અને તેઓના ફેસ એક્સપ્રેશન પરથી પણ તેઓ નારાજ હોય તેમ જણાઈ રહ્યું હતું ત્યારે હવે આ નારાજગી ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું
હેમાંગભાઈ બે કલાક મોડા આવ્યા, તેથી વડીલ તરીકે નારાજગી દર્શાવી
આ અંગે ગુજરાતમિત્ર એ યોગેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે , કાર્યક્રમ નાં સમય કરતાં હેમાંગભાઈ બે કલાક મોડા આવ્યા હતા, તેથી વડીલ તરીકે મારી નારાજગી દર્શાવી હતી. બાકી તેમની સામે કોઈ નારાજગીની વાત નથી. ત્યારબાદ મે ખેસ પહેરી પણ લીધો હતી. અત્યારે પણ તેમના પ્રચાર માટે હું ફરી જ રહ્યો છું.