Vadodara

ભાજપના નવા ‘પાર્લામેન્ટ્રી બોર્ડ’ માં જૂના જોગીઓનું પુનરાગમન, પણ વડોદરા ફરી એકવાર ‘વેઇટિંગ’ માં!​

19 સભ્યોની જંગી સમિતિમાં સુરત-મહેસાણાનો દબદબો, સંસ્કારી નગરી વડોદરાની બાદબાકીથી રાજકીય ગણગણાટ

વડોદરા સહિત ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નવી ‘પ્રદેશ ચૂંટણી સમિતિ’ ના સભ્યોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ભાજપ સંગઠન હાલ સંપૂર્ણ એક્શન મોડમાં છે. ઉલ્લેખનીય છે કે, કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં અને ટિકિટની વહેંચણી કરવામાં પાર્લામેન્ટ્રી બોર્ડની ભૂમિકા સૌથી નિર્ણાયક હોય છે. આગામી દિવસોમાં ટિકિટ ફાળવણી માટે આ સમિતિની બેઠકોનો દોર શરૂ થશે.
નવી જાહેર થયેલી યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેવા ટોચના નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ નવી સમિતિમાં ફરી એકવાર પ્રાદેશિક સંતુલનને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ભાજપની આ મહત્વની ચૂંટણી સમિતિમાં વડોદરા શહેર કે જિલ્લાના એક પણ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેને લઈને રાજકીય આલમમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.

:- સમિતિના મુખ્ય સભ્યોની યાદી:
*​મુખ્ય સભ્યો: ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, હર્ષભાઈ સંઘવી, રત્નાકરજી, નીતિનભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, દર્શનાબેન જરદોશ, બાબુભાઈ બોખીરીયા, રાજેશભાઈ ચુડાસમા, નટુજી ઠાકોર, ગણપતસિંહ વસાવા અને અંજુબેન વેકરીયા.
*​વિશેષ આમંત્રિત સભ્યો: સી. આર. પાટીલ (કેન્દ્રીય મંત્રી), પરશોત્તમભાઈ રૂપાલા, આર. સી. ફળદુ અને જીતુભાઈ વાઘાણી.
*​આમંત્રિત સભ્યો: જયશ્રીબેન પટેલ અને વર્ષાબેન દોશી.

Most Popular

To Top