વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી માટે જીતેલા ઉમેદવાર મોડા પડતા ચર્ચાનો વિષય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈને ગત 16 ની ફેબ્રુઆરી મતદાન યોજાયું હતું અને 18મી ફેબ્રુઆરી મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા ઉપરાંત સાવલી, શીનોર વડોદરા તાલુકા પંચાયત બેઠા માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ ભવ્ય વિજય થયો હતો. ત્યારે આજે વડોદરા જિલ્લા કાર્યાલય વંદે કમલમ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ સતિષ પટેલની આગેવાનીમાં ફટાકડા ફોડી મીઠું મોઢું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ દિવસે જ જીતેલા ઉમેદવારો મોડા આવતા તર્ક વિતર્કો સર્જાયા હતા.
મળતી માહિતી મુજબ કરજણ નગરપાલિકાના જીતેલા ઉમેદવાર અન્ય કોઈ જગ્યાએ આશીર્વાદ લેવા ગયા હોય તેવી પણ માહિતી સામે આવી હતી.
જીતેલા ઉમેદવારો તો મોડા આવ્યા જ પરંતુ સાથે સાથે કાર્યકરોની પાખી હાજરી ઘણું બધું કહી જાય છે. જિલ્લા પ્રમુખ સતીશ નિશાળીયાથી અનેક કાર્યકરો અને જીતેલા ઉમેદવારો નારાજ હોય એમ દ્રશ્યમાં દેખાઈ આવે છે. આટલી મોટી ખુશી અને એની ઉજવણી હોય ત્યારે ચૂંટાયેલા ઉમેદવાર મોડા આવે તેવામાં પણ તમામ ચૂંટાયેલા ઉમેદવાર તો નથી જ આવ્યા, પરંતુ સાથે સાથે કાર્યકરોમાં પણ પ્રમુખ પ્રત્યે નારાજગી હોય તેમ દેખાઈ આવ્યું હતું.
કાર્યકરો લિફ્ટમાં ફસાયા

વંદે કમલમ ખાતે ક્ષમતા કરતા વધુ કાર્યકરો લિફ્ટ માં જતા લિફ્ટ ખોટકાતા લીફ્ટમાં ફસાયા હતા . કેટલી વાર લિફ્ટ માં ફસાયા બાદ કાર્યકર્તાઓને ગિફ્ટ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
