પોતાના અંગત ઉપયોગ માટે નાણાં ઉપાડી બેલેન્સશીટમા ખોટા ખર્ચાઓ બતાવી છેતરપિંડી આચરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી મેસર્સ હિન્દ ગ્લોબલ એક્ષિમ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર પતિ પત્ની દ્વારા અન્ય ભાગીદારની જાણ બહાર પોતાના અંગત ઉપયોગ માટે રૂ.4,23,973..99 ની રકમ ઉપાડી લઇ બેલેન્સશીટમા ખોટા ખર્ચાઓ બતાવી વિશ્વાસઘાત કર્યાની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના દિવાળીપુરા ખાતે આધ્યા રેસિડેન્સીમા શીતલબેન કેતનભાઇ બરવાલીયા પોતાના પરિવાર સાથે રહે છે અને મેસર્સ હિન્દ ગ્લોબલ એક્ઝીમ નામની પેઢી ધરાવી વેપાર કરે છે.તેમણે પોતાના પતિના મિત્ર કિશ્નાકુમાર શુક્લાની પત્ની પ્રિયંકા શુકલા સાથે મળીને તારીખ 21-08-2813ના રોજ ભાગીદારી પેઢીના કરાર સાથે શહેરના જેતલપુર સ્થિત ઇન્ડિયાબુલ મેગા મોલમાં ટી -17-એફ ખાતે ભાડેથી મેસર્સ હિન્દ ગ્લોબલ એક્ષિમ નામની પેઢી શરુ કરી હતી આ આ પેઢીમાં પાર્ટનરશીપ ડીડ કરી શીતલબેન તથા પ્રિયંકા શુકલા આયાત -નિકાસ નો વેપાર કરતા હતા તે જ ઓફિસમાં મેસર્સ હિન્દ ગ્લોબલ એક્ષિમ એલ.એલ.પી.નામની બીજી પેઢી પણ ચાલતી હતી જેમાં શીતલબેન તેમના પતિ કેતનભાઇ તથા પ્રિયંકા શુકલા અને તેમના પતિ ક્રિશ્નાકુમાર શુક્લા ભાગીદાર હતા જ્યારે હિન્દ ગ્લોબલ એક્ષિમ પેઢીમાં શીતલબેન તથા પ્રિયંકા શુકલા નફા નુકશાનના સરખા ભાગીદાર હતા સાથે જ કોઇપણ નિર્ણય લેવામાં પણ બંનેનો સમાન હક્ક હતો.પેઢી શરુ થતા પેઢીનો વહિવટ ક્રિશ્ના કુમાર શુકલા સંભાળતો શરુઆતમાં બધું વ્યવસ્થિત સંભાળતા પતિના મિત્ર કિશ્નાકુમાર શુક્લા સામે કોઇને કોઇ વાંધો ન હતો પરંતુ ત્યારબાદ શીતલબેને માર્ચ-2021મા શીતલબેને પ્રિયંકા શુકલા તથા ક્રિશ્ના કુમાર શુકલા ને હિસાબ બાબતે પૂછતાં તેઓ વ્યવસ્થિત જવાબ આપી શક્યા ન હતા જેથી કેતનભાઇ સાથે મળીને શીતલબેને તપાસ કરતાં પેઢીના જોઇન્ટ એકાઉન્ટમાં થી વર્ષ -2020થી 2024 સુધીનું બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરતાં અલગ અલગ તારીખોમાં ક્રિશ્નાકુમારના ખાતામાં કેટલીક રકમ જમા થઈ હોવાનું તથા અન્ય એક દિપકકુમાર રામચંદ્ર દાસ નામના વ્યક્તિના ખાતામાં લોન તરીકે રકમ ટ્રાન્સફર કરી હતી સાથે જ ભાડાની રકમ પણ જમા કરાવી સાથે જ ક્રિશ્નાકુમારના મિત્રના ખાતામાં પણ રકમ એન ઇ એફ ટી થકી આપેલ આ રીતે નાણાં ટ્રાન્સફર કરી લ ઇ પેઢીના એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ પણ છોડ્યું ન હતુ જેથી બેંક દ્વારા પેઢીનું જોઇન્ટ એકાઉન્ટ પણ ફ્રિઝ કરી દીધું હતું.આ રીતે બંને પતિ પત્નીએ રૂ.4,23,973.99ની રકમનો પોતાના અંગત ઉપયોગ માટે ઉપાડ કરી પેઢીના બેલેન્સશીટમા ખોટા ખર્ચાઓ બતાવી વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપો સાથે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
