Vadodara

ભાઈલી ખાતે પીજીમાં રહેતા 24 વર્ષીય યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત

વડોદરા
ભાઈલી ખાતે પીજી રૂમમાં રહેતા 24 વર્ષીય યુવકે માનસિક તાણમાં આવી જઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જો કે આ બનાવ અંગે પરિવારજનોને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી અને મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મૂળ ઉમરેઠ આણંદ ખાતેનો 24 વર્ષીય વિશેષ પટેલ નોકરી અર્થે વડોદરા ખાતે આવ્યો હતો. હાલ તે સન ફાર્મા રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. માતા પિતા નું મૃત્યુ થતાં બહેનની તમામ જવાબદારી તે પોતે જ સંભાળતો હતો. બહેનને વિદેશ જવાનું હોવાથી તેમજ તેને કારકિર્દી ક્ષેત્રે સફળ બનાવવાનું એક ભાઈ તરીકેનું સ્વપ્ન તેને જોયું હતું સાથે જ તેને પણ જર્મની ખાતે ભણવા જવાનું હોવાથી તે પણ નોકરી કરીને પોતાનો સ્વપ્ન પૂર્ણ કરવા માંગતો હતો પરંતુ આર્થિક અછતના કારણે તે આ કાર્ય કરી શકતો ન હતો. અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે સફળ ન થતા તે માનસિક રીતે તૂટી ગયો હતો. જેથી  પરિવારજનોને મળી આવ્યા બાદ તેને પોતાનું જીવ ટૂંકાવાનું નક્કી કર્યું હતું અને ગત રોજ તેણે પગલું કેમ ભર્યું તેના કારણો સાથે સુસાઇડ નોટ લખીને તેને પોતાના પીજી રૂમમાં અન્ય કોઈ મિત્ર ન હોય તે દરમિયાન ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંક આવ્યો હતો. જો કે આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેના પરિવારજનોને જાણ કરી હતી. અચાનક યુવાન દીકરાએ જીવ ગુમાવ્યો હોવાથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જોકે તેણે માનસિક તાણમાં આવીને આ પગલું ઉઠાવ્યું હતું પરંતુ અન્ય પણ સવાલો ઊભા થતા હોવાના કારણે પોલીસે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ એ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

Most Popular

To Top