:ત્રણ કામદારો ગંભીર ઈજાગ્રસ્ત,ભરૂચ હોસ્પીટલમાં સારવારનાં બિછાને

ભરૂચ,તા.10
વાગરાના સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં મધરાત્રે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં અચાનક બોઈલર ફાટતા આજુબાજુના વિસ્તારમાં સ્તબ્ધ થઇ ગયા હોવાનું વાતાવરણ સર્જાયું હતું.કામ કરતા કેટલાક કામદારોઓને કેમિકલ લાગવાથી ઈજાગ્રસ્ત થઇ હતી.પ્રચંડ બ્લાસ્ટ લઈને આસપાસના વિસ્તારમાં ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ ઘટનામાં 3 જેટલા કામદારોને ગેસ અને ઈજા ગંભીર થતા તાબડતોબ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.ઈજાગ્રસ્ત કામદાર પૈકી રાઘવેન્દ્રસિંહ વિશ્વનાથ (ઉ.વ.26) હાલ રહે- ભરૂચ,હર્ષદ મહમદ હનીફ પટેલ (ઉ.વ.24) હાલ રહે-કાવલી,તા-જંબુસર, અને હુસેન ઇલ્યાસ યાકુબ પટેલ (ઉ.વ.24) રહે-ઓચ્છણનો સમાવેશ થાય છે.આ ઘટના લઈને પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે હજુતો ઝઘડિયા GIDCમાં આવેલ નાઈટ્રેકસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયાને બીજા દિવસે સાયખા સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર ફાટતા કામદારો સહીત આજુબાજુના લોકો ફફડી ઉઠ્યા છે.ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો અને કામદાર યુનિયનો દ્વારા જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડક પગલાં લેવાની માગણી ઉઠી છે.