Vadodara

ભરુચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10વર્ષીય નિર્ભયા સાત દિવસની સારવારના અંતે જીવથી હારી ગઇ

સોમવારે સાંજે છ કલાકે એસ.એસ.જી.હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધો

બાળકી સાથે નરાધમે અમાનવીય કૃરતા આચરતા બાળકીની હાલત નાજુક બની હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 23

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની દસ વર્ષીય બાળકી ઉપર વિજય પાસવાન નામના નરાધમે અમાનુષી બળાત્કાર તથા ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડી હતી તેને સૌ પ્રથમ ભરુચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની તબિયત ક્રિટીકલ હતી તેને એસ.એસ.જી.હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી પરંતુ દિનપ્રતિદિન તેની તબિયતમાં સુધારો થવાને બદલે તબિયત વધુ લથડતા તેની સ્થિતિ નાજુક બની હતી.આ બનાવને પગલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મહિલા સાંસદ દિપીકા પાન્ડે સિંગ તથા એડિશનલ ડીજી સુમન ગુપ્તા તથા ડાયરેક્ટર ઓફ સોશિયલ વેલફેરના કિરણ પાસી ને વડોદરા મોકલ્યા હતા અને ઝારખંડમાં સરકાર દ્વારા બાળકીને અન્યત્ર સારવાર માટે જરૂર પડે તો એરલિફ્ટ કરવાની તથા સારામાં સારી સારવાર આપવા માટે તૈયારીઓ કરી હતી સાથે જ ઝારખંડ સરકાર દ્વારા રૂપિયા ચાર લાખ ઉપરાંત પચાસ હજાર વધુ સારવાર માટે ફાળવ્યા હતા.બાળકી ની તબિયત જોવા માટે હોસ્પિટલમાં મહિલા સુરક્ષા સમિતિના વડોદરાના અધ્યક્ષ શોભનાબેન રાવલ પહોંચ્યા હતાં જ્યાં તેમણે ઝઘડિયાના રાજકીય નેતાઓ બાળકી સાથે જધન્ય બનાવ બન્યો હોય અને બાળકીની હાલત ગંભીર હોવા છતાં કોઈ નેતા ફરક્યા ન હોવા મુદ્દે ટકોર કરી હતી ત્યારબાદ અહી દેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરુચના સાંસદ મનસુખ વસાવા વડોદરા દોડી આવ્યા હતા અને એસ.એસ.જી.હોસ્પિટલમા દસ વર્ષીય નિર્ભયાની તબિયત જોઇ હતી તથા સૌ કોઇ દીકરીના જીવતદાન માટે પ્રાર્થના કરી રહ્યા હતાં પરંતુ સાત દિવસ અને 180ખલાકની સારવારના અંતે સોમવારે સાંજે છ વાગ્યે બાળકી જીવનની જંગ સામે હારી ગઇ હતી.બનાવને પગલે માતાપિતાની આંખોમાં અશ્રુધારા સુકાતી ન હતી આ સમાચાર ફેલાતા લોકો સ્તબ્ધ બની ગયા છે અને જ્યાં જૂઓ ત્યાં નરાધમને ફાસી આપવા તથા સખતમાં સખત સજા માટેની લાગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.બાળકીના પોસ્ટમોર્ટમ બાદ નરાધમે લોખંડના સળિયા કે અન્ય કોઈ તિક્ષણ હથિયાર નો ઉપયોગ કર્યો હતો તે સ્પષ્ટ થશે હવે બળાત્કાર સહિત નરાધમ સામે હત્યાનો ગુનો પણ દાખલ થશે.

ભોગ બાળકીની સારવાર માટે દસ નિષ્ણાત તબીબોની ટીમ કામે લાગી હતી

એસ.એસ.જી.હોસ્પિટલમા જ્યારે બાળકીને લાવવામાં આવી હતી ત્યારથી બાળકીની હાલત ગંભીર હતી.અમારા નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા પૂરેપૂરી કોશિશ કરવામાં આવી હતી બાળકી જલ્દીથી સારી થાય તે માટે અમે બ્રેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આપી હતી છેલ્લા 48 કલાકમાં ત્રણ યુનિટ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું વેન્ટિલેટર પણ ચાલુ હતું છતાં બાળકીની હાલત નાજુક બનેલી હતી બપોરે બે વાગ્યે પ્રથમ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો ત્યારે તબિબોએ બેસ્ટ આપી હતી જેથી બાળકીની તબિયત સ્થિર થઇ હતી ત્યારબાદ સાંજે સવા પાંચ વાગ્યે બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો જેથી હાજર નિષ્ણાત તબીબોએ સારવાર આપી હતી પરંતુ બાળકીને આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાયું હોય તમામ ઓર્ગન કામ કરતા બંધ થયા હતા જેના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો આખરે સોમવારે સાંજે છ વાગ્યે બાળકી જીવન સામેનો જંગ હારી ગઇ જેનું ઘણું દુઃખ છે.
ડો.હિતેન્દ્ર ચૌહાણ,આર.એમ.ઓ. એસ.એસ.જી હોસ્પિટલ, વડોદરા

આ સમગ્ર ઘટનામાં નરાધમ વિજય પાસવાનને અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ ની કોર્ટમાં રજૂ કરાયો હતો અને વધુ 10દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી જેની સામે કોર્ટે વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાથે જ આરોપીના પોટેન્સી ટેસ્ટ સહિતના અન્ય મેડિકલ ટેસ્ટ પણ કરાશે.આરોપી નરાધમ સામે હત્યાની કલમ પણ ઉમેરાશે.

Most Popular

To Top