Vadodara

ભરતીમાં પૂરતી સંખ્યામાં ઉમેદવારો ન મળતા વડોદરા પાલિકા ટેકનિકલ સંવર્ગ-૩માં વય મર્યાદા ૩૦ના બદલે ૩૫ વર્ષ કરશે?


વડોદરા, તા.
પાલિકામાં ટેકનિકલ સંવર્ગ વર્ગ-૩ની આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ઇલેકટ્રીકલ)ની હાલની સીધી ભરતીની લાયકાતમાં ઉપલી વય મર્યાદામાં ૩૦ વર્ષના બદલે ૩૫ વર્ષ કરવાના સુધારો કરવામાં આવી શકે છે.
પાલિકામાં ટેકનિકલ સંવર્ગ૩માં આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ઇલેકટ્રીકલ)ની જગ્યા સીધી ભરતીથી ભરવાનું ધોરણ છે. જગ્યાઓની સીધી ભરતીના નિયમોની લાયકાતમાં ઉપલી વય મર્યાદા ૩૦ વર્ષ ઠરાવેલ છે. વય મર્યાદા મુજબ તાજેતરમાં સીધી ભરતીની ટેકનિકલ સંવર્ગ વર્ગ-૩માં આપવામાં આવેલી જાહેરાત અંતર્ગત પૂરતી સંખ્યામાં ઉમેદવારો પ્રાપ્ત થતા ન હોવાનું જણાય આવે છે.
સરકારના વર્ગ૩ની સીધી ભરતીના કેટલીક જગ્યાઓમાં વય મર્યાદા ૩૫ વર્ષની હોવાનું જણાય છે. જે ધ્યાને લેતા વડોદરા પાલિકામાં ટેકનિકલ સંવર્ગ વર્ગ૩ આસી. એન્જીનીયર અને એડી. આસી. એન્જીનીયર (સીવીલ/મીકેનીકલ/ ઇલેકટ્રીકલ)ની હાલની ઠરાવેલ ભરતીની લાયકાતમાં ઉપલી વય મર્યાદામાં ૩૫ વર્ષની ઉંમર કરવામાં આવી શકે છે. જેથી બહોળી સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાને અંતે પાલિકાને યોગ્ય અને અનુભવી ઉમેદવારો મળી શકે.

Most Popular

To Top