Vadodara

ભયજનક લેવલ વટાવી ચૂકેલી વિશ્વામિત્રી નદીની જળસપાટીમા ઘટાડો, શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો..

આજવા સરોવરના 62 દરવાજા નીચે કરી દેવાતાં પાણી છોડવાનું બંધ કરાયું, છેલ્લા 24કલાકથી વરસાદે વિરામ લેતા તંત્રે હાશકારો અનુભવ્યો

ઉપરવાસમાં પડેલા વરસાદ તથા બુધવારે વડોદરામાં ખાબકેલા વરસાદને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી બુધવારે બપોરે આજવા સરોવરના 62 દરવાજા ઉંચા કરી લેવલ સેટ કરતાં ત્રણેક હજાર ક્યૂસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી 29.33 ફૂટે પહોંચી હતી જેના પગલે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરના કાલાઘોડા બ્રિજ, મંગલ પાંડે રોડ બંધ કરવામા આવ્યો હતો પરંતુ હવે ઢાઢર નદી વિશ્વામિત્રી નદીનું પાણી લેતાં વિશ્વામિત્રી નદીનાં જળસપાટીમા ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે હાલ વિશ્વામિત્રી નું જળસ્તર 28 ફૂટ પહોંચતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે જો કે હજી પણ સુરક્ષાના કારણોસર કાલાઘોડા બ્રિજ અને મંગલ પાંડે રોડ પોલીસ, ટ્રાફિક પોલીસ દ્વારા બંધ રખાયો છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 27 ફૂટ થયા બાદ તંત્ર રોડ, બ્રિજ ખોલવા કે નહીં તેનો નિર્ણય લેશે.બીજી તરફ શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીના પાણી પરશુરામ ભઠ્ઠા સયાજીગંજ, કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારઃમનગર, વડસર ગામમાં ફરી વળતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે તથા લોકોને સતર્ક કરાયા છે.આજવા સરોવરના દરવાજા નીચે કરી દેવાતા પાણી છોડવાનું બંધ કરાયું છે.

Most Popular

To Top