Dahod

ભથવાડા ટોલનાકા પાસે પોલીસે એક પીકઅપ ફોર વાનની તલાશી લેતાં શાકભાજીની આડમાં હેરાફેરી કરાતો દારૂ બીયર ઝડપાયો

દાહોદ:

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી શાકભાજીની આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ બીયરનો રૂા.૩,૩૩,૬૦૦ના પ્રોહીબીશનના જથ્થા સાથે પોલીસે પીકઅપ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.૫,૩૫,૬૦૦ના મુદ્દામાલ સાથે પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૨૯મી એપ્રિલના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલક પ્રમેચંદ ભગાજીભાઈ રાવત (રહે.રાજસ્થાન)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે પીકઅપ ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી શાકભાજીની આડમાં સંતાડી રાખેલ બીયરની પેટીઓ નંગ.૧૦૦ જેમાં બોટલો નંગ.૨૪૦૦ કિંમત રૂા.૩,૩૩,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે પીકઅપ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૫,૩૫,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પીપલોદ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————

Most Popular

To Top