મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે, વિદ્યાર્થીઓમાં ભણતર સાથે સમાજ માટેની લાગણી અને જવાબદારીની સમજ વધે તે હેતુથી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે 2 જાન્યુઆરી, 2025ના રોજ કોન્સર્ટ હોલમાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં અત્યાર સુધીમાં 25 લોકોએ રક્તદાન કરીને માનવતાની સેવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું અને દાનશીલતાની ભાવનાને મજબૂત કરી.
ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભવસરે રક્તદાતાઓ, સ્વયંસેવકો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ ઊંડો કરશે.
આ નવા વર્ષમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે શિક્ષણ સાથે માનવતાની સેવાના પ્રેરક ઉદાહરણ પૂરાં પાડ્યાં છે.