Vadodara

ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા પ્રાગટ્ય દિવસે અટલાદરા મંદિરે ભવ્ય અન્નકૂટ

૩૨૪૫થી વધુ વ્યંજનો સાથે અદભૂત અન્નકૂટ દર્શન માટે ભક્તોની ઉમટી પડેલી ભીડ

વડોદરા ખાતે ચૈત્ર સુદ નવમી નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના ૨૪૫મા પ્રાગટ્ય દિવસે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.
“મારા ભગવાનને, મારા વાસણમાં, મારો થાળ” ના મધ્યવર્તી વિચાર અંતર્ગત ભાવિક ભક્તોએ પોતાના ઘરે તૈયાર કરેલ વિવિધ વ્યંજનોથી અન્નકૂટને વિશેષ ભવ્યતા આપી હતી. ભક્તો દ્વારા કુલ ૮૨૫ પ્રકારની મીઠાઈઓ, ૨૦૫૦ પ્રકારના ફરસાણ, તેમજ સૂકો મેવો, ફળ, મુખવાસ, કેક વગેરે મળી કુલ ૩૨૪૫ પ્રકારના વ્યંજનો અર્પણ કરવામાં આવ્યા હતા.
સવારે બરાબર ૧૧:૧૫ વાગ્યે સુંદર સજાવટ સાથે અન્નકૂટ ગોઠવાયા બાદ પૂજ્ય સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. દિવસભર ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી આ ભવ્ય અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે રામનવમી નિમિત્તે બપોરે ૧૨:૦૦ વાગ્યે મંદિર પરિસરમાં ભગવાન રામ લલ્લાની પૂજ્ય સંતો તથા મહાનુભાવો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી

Most Popular

To Top