Vadodara

ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની આર્યાવ્રત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા..

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની આર્યાવ્રત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી

વડોદરામાં આર્યાવ્રત બ્રાહ્મણ સમાજ છેલ્લા 20 વર્ષથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને દર વર્ષે સમાજસેવા સાથે ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના દિવસે મહારેલીનું આયોજન ખૂબ જ રંગેચંગે કરે છે આજે અક્ષયતૃતિયા ના શુભ દિવસે ખૂબ જ વિશાળ સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને જેઓને ચિરંજીવી નું વરદાન મળેલું છે તેવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા યોજવામાં આવી હતીઆ શોભાયાત્રા સમા મહેસાણાનગરથી શરૂ થઇ હતી જેમાં બગીઓ, ફોરવ્હિલર તથા દ્વિચક્રી વાહનોમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો તથા હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા વિવિધ વેશભૂષા ઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી વાજતે ગાજતે આતશબાજી વચ્ચે તમામ રૂટ પર ભગવાન પરશુરામજીની શોભાયાત્રા નું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઠી ચારરસ્તા પાસે મનમોહન સમોસા દ્વારા સુરેશભાઇ શર્મા, સન્મુખ જ્ઞાનચંદાની તથા ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો બીજી તરફ જાણીતા ટીવી અભિનેત્રી પૂજા પરીખ પટેલ દ્વારા સુરસાગર ખાતે પાંચસો લિટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજી તરફ એસ.એસ.જી.ગેટ સામે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા પણ છાસનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા કાશીવિશ્વનાથ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામની મહાઆરતી બાદ સંપન્ન થઇ હતી.આ સંસ્થાના અધ્યક્ષ ભંવરલાલ ગૌડ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી શોભાયાત્રામાં સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ,સંસ્થાના કાર્યકારી અધ્યક્ષ એ.કે.તિવારી,મહામંત્રી મદન શર્મા, સંરક્ષક ઓ.પી. શર્મા, ડી આર શર્મા, એલ.જી. પાંડે, અનિલ મિશ્રા, જયેન્દ્ર પાઠક, સુરેશભાઈ શર્મા સાથે અન્ય મહાનુભાવો તેમ જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top