વડોદરા: સ્વાધ્યાય કાર્યની ધુરા સંભાળનાર પરમ પૂજનીય જયશ્રી તલવલકર (પૂજનીય દીદીજી) ના સાનિધ્યમાં પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂજનીય દાદાજી) પ્રેરિત
માનવ પ્રતિષ્ઠા કેન્દ્રનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમને સંબોધતા પૂ. દીદીએ જણાવ્યું હતું કે આજે લોકોને વગર પરિશ્રમનું જ જોઈએ છે. પણ તેઓ ભૂલી જાય છે કે આ દુનિયા ભગવાનની છે અને ભગવાનની દુનિયા માં વગર પરિશ્રમ નું કશું મળતું નથી.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોના અંતરીયાળ પછાત વિસ્તારમાં રહેતા અને પોતાની વનવાસી સંસ્કૃતિને રંગે રંગાયેલા સ્વાધ્યાયી યુવાનોના વૈયક્તિક ઘડતર, વ્યવસાય-લક્ષી તાલીમ અને જીવન-લક્ષી શિક્ષણને આવરી લેતો, પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે “पूजनीय दादाजी” પ્રેરિત સ્વાધ્યાય પરિવારનો એક અનોખો શૈક્ષણિક પ્રયોગ એટલે ડભોઇ, થુવાવી (ફરતીકુઇ) ખાતે આવેલું “માનવ પ્રતિષ્ઠા કેન્દ્ર.”
વનવાસી સમાજના યુવાનોમાં સામર્થ્ય અને તેજસ્વીતા નિર્માણ કરતો “पूजनीय दादाजी”નો આ શૈક્ષણિક પ્રયોગ, માનવ ઉત્થાનના અનેકવિધ પ્રયોગોમાંનો એક વિશિષ્ટ પ્રયોગ છે. આ પ્રયોગ થકી “पूजनीय दादाजी”ના યુવાનો જીવનલક્ષી અને જીવિકાલક્ષી શિક્ષણ એક સાથે પ્રાપ્ત કરી પોતાની આજીવિકાનો સ્ત્રોત ઊભો કરે છે. જે પાછળનો “पूजनीय दादाजी”નો દીર્ઘ દ્રષ્ટિકોણ એ છે કે વનવાસી યુવાધન પોતાના સાંસ્કૃતિક ઢાંચા માં રહે અને પોતાની આજીવિકા માટે સ્થળાંતરિત થઈ શહેર તરફ ન જવું પડે. આમ આજના શહેરીકારણ ના વિષમ અને વિકરાળ પ્રશ્ન નો ઉકેલ “पूजनीय दादाजी” એ ૮૦ ના દાયકામાં જ આપી દીધો હતો. આજે વનવાસી વિસ્તારના લગભગ ૫૦૦ થી ૫૫૦ ગામોના યુવાનો જીવિકાની દ્રષ્ટિએ સ્વાવલંબી બની “पूजनीय दादाजी”એ બતાવેલા સાંસ્કૃતિક રસ્તે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
સદીઓથી જે વનવાસી પૂંજ સમાજના મુખ્ય પ્રવાહથી વિખૂટો પડી ગયો હતો તેને “पूजनीय दादाजी”એ પાસે લીધો અને ઘર-મંદિર જેવા પ્રયોગથી તેમનામાં મનુષ્ય ગૌરવ નિર્માણ કરી અસ્મિતા, તેજસ્વીતા અને ભાવમયતા જેવા ગુણો જાગ્રત કર્યા.
“पूजनीय दादाजी”એ આપેલા આ પ્રયોગના શુદ્ધ હેતુને એજ તીવ્રતાથી પરમ પૂજનીય દીદીજીની આગળ વધારી રહ્યા છે. માનવ પ્રતિષ્ઠા કેન્દ્ર આજે એક એવી જ ઐતિહાસિક ક્ષણ નું સાક્ષી બનવા જઈ રહ્યું હતું. પૂજનીય દીદીજી ની પ્રેરક ઉપસ્તીથી માં 9 એપ્રિલ ના દિવસે માનવ પ્રતિષ્ઠા કેન્દ્ર , થુવાવી , ખાતે “પ્રમાણ પત્ર વિતરણ સમારોહ” ઉજવાયો.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઝારખંડ ના વિદ્યાર્થીઓ પૂજનીય દાદાજીની સંસ્થામાં રહી વર્ષ 2024-25 શેક્ષણિક સત્રમાં વિવિધ ટેક્નિકલ ટ્રેડ જેવાકે શિવણ, મોબાઈલ રિપેરિંગ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ વગેરેનો અભ્યાસ પૂર્ણ કરી પોતાના ઘરે જવાના હતા. દાદાજીની સંસ્થામાં ઘર જેવા વાતાવરણમાં રહી જે જીવનના પાઠ ભણ્યા તે પોતાના વૈયક્તિક, કૌટુંબિક, અને સમાજ જીવન માં સ્થિર કરવાના સંકલ્પ સાથે જવાના હોઈ માતૃસ્વરૂપ પૂજનીય દીદીજી તેમને મળવા આવવાના હતા.
પૂજનીય દીદીજી મળવા આવવાના છે એ સંદેશો મળતા જ આખા માનવ પ્રતિષ્ઠા કેન્દ્રના વાતાવરણમાં ઉત્સાહ અને ઉમંગ છવાઈ ગયો હતો. જે વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી પૂજનીય દીદીજીની કાળજીનો પ્રેમાળ સ્પર્શ અનુભવી રહ્યા હતા તેમને મળવાનો આનંદ કોને ન હોય!
બે જ દિવસનો ટૂંકો સમયગાળો હોવા છતાં પ્રત્યેક વિદ્યાર્થી દાદાજી ની આ પ્રયોગ ને શણગારવામાં – સુશોભિત કરવામાં લાગી ગયો હતો. પહેલો આનંદ હતો પૂજનીય દીદીજીને આવકારવાનો અને બીજો આનંદ હતો પૂજનીય દીદીજીના હસ્તે પ્રમાણપત્ર સ્વીકારવાનો.
નિશ્ચિત થયેલા સમયે પૂજનીય દીદીજીની પ્રેરક ઉપસ્થિતિમાં દીક્ષાન્ત સમારોહ શરુ થયો. આ નિમિત્તે વનવાસી યુવાનો ને આશીર્વચન આપતા પૂજનીય દીદીજી એ જણાવ્યું હતું કે….
“માનવ પ્રતિષ્ઠા કેન્દ્ર” એક વિશિષ્ઠ સંસ્થા છે, વિશિષ્ઠ અભ્યાસક્રમ છે, જીવન અને જીવિકાલક્ષી બંને શિક્ષણ અહીં સાથે જોવાં મળે છે. આ માણસ ને માણસ બનાવવા માટે દાદાજી એ ઉભો કરેલો પ્રયોગ છે. અહીં જે તકનીકી શિક્ષણ આપવા આવે છે, જે ડોક્ટર તમને નિયમિત તપાસવા આવે છે અને તમને દવા આપે છે, જે ખેડૂત તમને ખેતી કરતા શીખવાડે છે કે જે ભાઈ તમને સંસ્કૃતના શ્લોકો શીખવાડે છે તે બીજો એ બીજો નથી પણ મારો ભાઈ છે તે સમજ થી આવે છે. દાદાજી એ બીજો એ બીજો ન રાખતા તેની જોડે મારો સંબંધ બાંધ્યો.
અંહી રહીને તમે જે સમજ્યા, જે શીખ્યા તેને જીવનમાં ઉતારીને કામ કરજો. તમે તમારી જવાબદારી સમજજો અને સંતુલન બનાવીને કામ કરજો. ભવિષ્યમાં તમારી જવાબદારી વધશે ત્યારે તેને સારી રીતે નિભાવજો.
જે વ્યક્તિ અજ્ઞાત જોડે સંબંધ બાંધી શકે છે તે જ્ઞાત જોડે તો સંબંધ બાંધી જ શકે અને આનું નામ જ સંસ્કૃતિ. આપણે સંબંધ બનાવીને કામ કરીએ છીએ, કામ કરવા માટે સંબંધ બાંધતા નથી. દુનિયા ના બધા જ લોકો જોડે મારો સંબંધ છે એમ શ્રીમદ્ ભગવદ્દ ગીતા સમજાવે છે. દાદાજી એ વિશ્વ ના પ્રત્યેક માટે જે વિચાર્યું, માનવતા માટે જે કર્યું તે આજ ના જમાના માં કોણ વિચારે છે ?
કોઈને વસ્તુ આપી ને સંબંધ બાંધવો એ ખોટી વાત છે. પરંતુ કોઈની સાથે સંબંધ બાંધી ને તેના માટે કઈક કરવું તે “पूजनीय दादाजी” એ શિખવાડ્યું.
આજ કાલ લોકો ને એવા પ્રશ્નો ઉભા થાય છે કે હું બીજા માટે કરું જે કેમ? બીજાનું બીજા પણું જ જો નીકળી જાય તો? એ મારો ભાઈ છે. દાદાજી કહે બીજા ના માટે કરેલું કર્મ જ આગળ જાય છે.
વિદ્યાર્થીઓ ને સંબોધી ને દીદીજી એ કહ્યું કે તમે અહીંથી ખુબ સારી સારી વાતો શીખીને જઈ રહ્યા છો પણ મને વિશેષ આનંદ છે કે તમે બીજા માટે વિચારો છો અને આજ મુખ્ય શિક્ષણ છે, બીજા ના માટે વિચારવું એ જ વ્યક્તિ જીવન નો વિકાસ છે, તમને એ ખબર નથી કે નવા શેક્ષણિક સત્ર જૂન માં કયા વિદ્યાર્થીઓ આવવાના છે, છતાં પણ તમે તેમના માટે ચોમાસામાં તકલીફ ન પડે તે માટે તેમની વ્યવસ્થા કરી ને જાઓ છો.
અહીં થી બહાર નીકળી તમે તમારા જીવન માં ક્યારેય આળસ ન કરો. આજે લોકો ને વગર પરિશ્રમ નું જ જોઈએ છે પણ તેઓ ભૂલી જાય છે કે આ દુનિયા ભગવાનની છે અને ભગવાનની દુનિયા માં વગર પરિશ્રમ નું કશું મળતું નથી. જો મફત જ આપવાનું હોત તો ભગવાન સર્વ-સમર્થ છે, ભગવાને ક્યારનુંય આપી દીધું હોત, સીધો ઘઉં-ચોખા નો જ વરસાદ કર્યો હોય, પણ ભગવાન પણ કહે છે નિયતમ કુરુ કર્મત્વમ, મારે મારુ નિયત કર્મ કરવું જ પડશે.
બહાર ની દુનિયા માં પૈસા ના સંબંધ સચવાય છે, લોકો ખાતા માં ફ્રી પૈસા નાખે છે અને પછી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે, મફત આપવાની કુટેવ પડે છે જે ભગવાન પણ નથી આપતા પણ દાદાજી એ એક એવો પરિવાર ઉભો કાર્યો જ્યાં પેહલા સંબંધ બાંધ્યો અને પછી જીવન માં જે જે ઉણપ હતી તે આપોઆપ નીકળતી ગઈ અને વ્યક્તિ નો સર્વાંગી વિકાસ થતો ગયો, બીજા ને આપવા કરતા બીજાને ઉભો કરવો એ સૌથી કઠિન કામ છે અને આ કામ ફક્ત એક માં જ કરી શકે, દાદાજી એ માતૃવત પ્રેમ આપ્યો, તેવો પરિવાર આપ્યો, તેવા પ્રયોગો આપ્યા. આપણે એટલા તો શિક્ષિત હોવા જોઈએ કે સામે વાળો વ્યક્તિ કયા હેતુ થી મળવા આવે છે, ભગવાન નું નામ લઇને કોઈ પણ આવે તે ધાર્મિંક હોતો નથી અને તેનું કામ પણ ધાર્મિક હોય તે માનવાનું કોઈ કારણ નહિ. આપણે સ્વયં તેનો નિર્ણય કરવાનો છે.
હું બીજાનો વિચાર કરું છું તેને જેવી રીતે સંસ્કૃતિ કહેવાય તેમ ભગવાન માટે કંઈક કરવાનું વિચારવું એ ખરી ભક્તિ છે, પણ આનો પાયો બાળપણ થી નાખવો પડે અને દાદાજી આ પ્રયોગ દ્વારા સિદ્ધ કરી દેખાડ્યું, આજે તમે જેવી રીતે અહીં ખેતી, ખાવાનું બનાવવું, એક બીજા ની કાળજી કરવી, વગેરે સહજીવન નું શિક્ષણ શીખ્યા, તકનીકી શિક્ષણ શીખ્યા, સાંસ્કૃતિક વિચારો ને વાગોળ્યા તેવી જ રીતે જીવન માં પણ વ્યવસ્થિત અને જવાબદાર બનો તેવી જ દાદાજી ને તમારી જોડે અપેક્ષા છે. જીવન ની દરેક ભૂમિકા માં તમે શ્રેષ્ઠ બનો અને આગળ વધો. તમે આગળ જઈ તમારા જીવન માં બધા જ સંકલ્પ પુરા કરો અને જવાબદાર વ્યક્તિ બનો એવા આશીર્વચન દીદીજી એ વિદ્યાર્થીઓ ને આપ્યા.
