આજે શહીદ વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોર્ટ પાસે ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી..
રાજકીય તથા પાલિકાના પદાધિકારીઓ પણ ક્રાંતિકારી ને ભૂલ્યા? પ્રતિમા પર પુષ્પાંજલિ કરી શકે તે માટે પણ વ્યવસ્થા ન કરતાં લોકો એકબીજાના ખભાના સહારેપુષ્પાંજલિ કરી…
દેશની આઝાદીમા ક્રાંતિકારીઓનુ બહુમૂલ્ય યોગદાન રહ્યું છે જેમાં વીર શહિદ ભગતસિંહ કેમ કરીને ભૂલાય ઇંકલાબ ઝીંદાબાદ સાથે પોતાની યુવાની દેશની આઝાદીની લડતમાં ખપાવનાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવની ત્રિપુટીએ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધાં હતાં આજે વીર ભગતસિંહ ના 117મા જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોર્ટ પાસે આવેલી ભગતસિંહ ની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું પાલિકા તંત્ર તથા રાજકીય આગેવાનો પણ આપણા ક્રાંતિકારી ના જન્મદિવસે તેઓને યાદ કરવાનું ચૂક્યા હતા. ત્યાં સુધી કે પાલિકા તંત્ર દ્વારા લાલકોર્ટ પાસે આવેલી ભગતસિંહ ની પ્રતિમા સુધી નિસરણી પણ મૂકવામાં આવી ન હતી જેના કારણે યુવા એકતા દળના સભ્યોને એકબીજાના ખભેથી ઉપર ચઢી પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનો વારો આવ્યો હતો.