*શિનોર : વડોદરાના કરજણ થઇ શિનોરના સાધલી,માલસર તરફ સરકારના બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટની જમીન માપણી માટે રેલવે તંત્ર દ્વારા ખીલા વાગતાની સાથે જ શિનોર તાલુકાના ખેડૂતો, દુકાનધારકો, સહિતની જમીન જતા કરજણ નાયબ કલેક્ટર, રેલવે સભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વડોદરાના શિનોર અને સાધલી ગામના ખેડૂતો, વેપારીઓ ધ્વારા જમીન સંપાદન અંગે પ્રસિદ્ધ થયેલ જાહેરનામાં સામે વાંધા અરજી કરાઈ છે.
મિંયાગામ – કરજણ ચોરંદા – માલસર ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટના કામે જમીન સંપાદન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.
શિનોરના સાધલી ગામે રેલવે પ્રોજેક્ટમાં આવતા અંદાજિત 200 જેટલા દુકાનદારો,ખેડૂતો અને મકાન ધારકોએ કરજણ નાયબ કલેક્ટર, રેલવે સભ્ય અભિષેક ઉપાધ્યાય ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ખેડૂતોએ બાગાયતી ખેતીનું યોગ્ય વળતર ની માંગ કરી હતી….