રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું હતું, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કર્યા બાદ પ્રાઇસ વોર પુરો થવાની સંભાવના છે. આ ટ્વિટ બાદ સાઉદી અરેબિયામાં ઓપેક અને અન્ય ઉત્પાદક દેશોની અચાનક બેઠક મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રમ્પના નિવેદન બાદ ગુરૂવારે કાચા તેલના ભાવમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી. ટ્રમ્પે ટવીટ કરીને જણાવ્યું હતું કે, રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે કાચા તેલના ઉત્પાદન સંદર્ભના વિવાદ તથા પ્રાઇસ વોરનો અંત આવી શકે છે. બીજી તરફ, સાઉદી અરેબિયાએ ઓપેક અને અન્ય સહયોગી તેલ ઉત્પાદન દેશોની અચાનક બેઠક મળી રહી છે એ તેઓ નિષ્પક્ષ સમજૂતી થઇ શકે છે. આ અહેવાલના પગલે કાચા તેલના ભાવને જાણે કે પાંખો લાગી હોય તેમ ૪૭ ટકા ઉછળ્યો હતો. અમેરિકી ડોનાલ્ડના યુવરાજ મોહમ્મદ બિન સલમાનવચ્ચે ફોન ઉપર વાતચીત પછી બેઠક બોલાવાની જાહેરાત થઇ છે. ટ્રમ્પના કોલની અસર એવી રહે છ કે, તેલના ભાવમાં પ્રથમ વખત એક જ દિવસમાં તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રુડ ૨૧ ટકા વધ્યો છે, અને ડબલ્યુટીઆઇમાં ૨૫ ટકા તેજી જોવા મળી હતી, પરંતુ આજે ઉંચા મથાળેથી કાચા તેલમાં નફાવસુલી જોવા મળી હતી, જેમા ત્રણ ટકા ઘટયો હતો. સાઉદી અરેબિયાએ ફરીથી જણાવ્યું હતું કે, તેઓએ ઉત્પાદન કાપ અને ૨૨ દેશોનું સમર્થન હાંસલ કરવાને લઇને ઓપેક અને સહયોગી દેશોની સાથે સમજૂતી માટે પ્રયાસ કરતાં હતા, પરંતુ સમજૂતિ થઇ શકી નહતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ઓઇલ માર્કેટ ઉપર માર્ચથી શરૂઆતથી ક્રુડના ભાવ દબાણ હેઠળ જોવાયા છે. જેમાં પ્રોડકશન ઘટાડવા માટે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી થઇ નહતી, સાઉદી અરેબિયાએ આ સંદર્ભમાં રશિયાને દોષિત ઠેરવ્યા હતા. જેના પગલે ક્રુડમાં પ્રાઇસ વોર શરૂ થઇ ગયું હતુ.
બ્રેન્ટ ક્રુડમાં 21 ટકાનો ઊછાળો
By
Posted on