Vadodara

બ્રેનડેડ થયેલા બિરેન પટેલના 6 અંગોનું દાન, ગ્રીન કોરિડોર બનાવાયો

આજે સવારે આઠ વાગ્યે ગ્રીન કોરિડોર દ્વારા હૃદયને હવાઈ માર્ગે તથા લીવર અને કિડનીને રોડ માર્ગ દ્વારા અમદાવાદ લઈ જવાયા



બિરેનભાઈ પટેલ કે જેઓ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ખાતે સેવા બજાવતા હતા. તેઓનું બ્રેન ડેડ થતા બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના તબીબો તથા વ્યવસ્થાપકોની સમજાવટ દ્વારા તેમના કુટુંબીજનો સહમત થતાં તેમના સ્વર્ગવાસ બાદ તેમના બે કિડની, બે આંખ, એક લીવર અને હૃદય એમ કુલ છ અંગનું દાન કરવામા આવ્યું છે.

તેઓના ભાઈએ જણાવ્યુ હતું કે પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના બીજાના સુખમાં આપણું સુખ છે, એ ચરિતાર્થ કરવા માટે બિરેનભાઈ ના અંગો નું દાન કરી બિરેનભાઈ ના સ્વર્ગવાસ પછી છ લોકોના જીવનની અંદર ઉજાસ પાથરી છ લોકોના કુટુંબીજનો સસ્મિત જીવન જીવી શકે તેઓએ અંગદાન મહાદાન કરી એક ઉમદા અને અનુકરર્ણીય કાર્ય પૂરું પાડ્યું છે.



આજે સવારે આઠ વાગ્યે ગ્રીન કોરિડોર દ્વારા હૃદયને હવાઈ માર્ગે તથા લીવર અને કિડનીને રોડ માર્ગ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. જ્યારે આંખો અત્રે lની એસ એસ જી હોસ્પિટલમાં લઈ જવાઈ છે.

મૂળ ભાદરણના 39 વર્ષીય બિરેનભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે છેલ્લા પાંચ વર્ષથી સેવારત હતા

Most Popular

To Top