Vadodara

બ્રિજ દુર્ઘટનામાં ઘાયલ એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા આઈસીયુમાં ખસેડાયા

અન્ય એક ઇજાગ્રસ્ત માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી બોલાવવાની ફરજ પડી*
(પ્રતિનિધિ) વડોદરા તા.14

ગત બુધવારે ગંભીરા બ્રિજ દૂર્ઘટનાના ત્રણ ઇજાગ્રસ્તોને એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અપાઇ રહી છે જેમાં એક ઇજાગ્રસ્તને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આઇ.સી.યુ.મા ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજા એક ઇજાગ્રસ્તને વાસ્ક્યુલર સર્જન હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી બહારથી બોલાવવાની ફરજ પડી હતી.
ગત તા 09 જૂલાઇ ને બુધવારે સવારે આશરે 7:45 કલાકે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર થી ગંભીરાને જોડતા બ્રિજ અચાનક તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર જેટલા વાહનો મહિસાગર નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 21જેટલા લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ગંભીરા બ્રિજ દૂર્ઘટનામા ત્રણ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ દાખલ છે. ત્યારે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે. ત્રણેય હાલમાં ની હાલત સ્થિર છે. એક દર્દીને એસઆઇસીયુમાં રાખવો પડ્યો છે. કારણકે તે ને શ્વાસની તકલીફ ઊભી થઈ હતી. જેથી તે SICU માં છે. આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને હાલ એસઆઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું, વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,ઇન્ફેક્શનમાં ઘણા બધા કારણો હોય છે,જેમ કે સર્જરીમાં કે એ પાણીમાં પડ્યા હોય તો એનાથી, ઘણા બધા કારણ હોઈ શકે છે. હાલમાં તો કોઈ ચોક્કસ કારણ કહી ન શકાય. એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા. એટલા માટે અમારે બહારથી બોલાવવા પડ્યા હતા.

Most Popular

To Top