
દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા શહેરના વાઘોડિયારોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ કેમ્પસ ખાતે રક્તદાન શિબિર,રાખી સેલ તથા નાગરિક સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું


બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ, વડોદરા દ્વારા પ્રમુખ મીનાબેન શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ની અધ્યક્ષતામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલ બરોડ પબ્લિક સ્કૂલ કેમ્પસ ખાતે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તથા બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખી સેલ સાથે જ નાગરિક સહાયતા અંતર્ગત સરકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન વય વંદના કાર્ડ, રેશનકાર્ડ ઇ કેવાયસી,વિધવા સહાય, આવકના દાખલા તથા આધારકાર્ડને લગતી કામગીરી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) તથા ડો.બિનલ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું હતું કે, અંગદાન એ મહાદાન છે દર વર્ષે બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ ઓગસ્ટ મહિનામાં ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર નું આયોજન કરે છે જેમાં દોઢસો થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી દર્દીઓને નવજીવન આપવામાં આવે છે. સાથે જ ભાઇ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક રક્ષાબંધનનો પર્વ પણ આવી રહ્યો છે ત્યારે અહીં રાખી સેલ રાખવામાં આવ્યો છે જેમાંથી થયેલી આવક પણ દાનમાં આપવામાં આવશે વધુમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આજે રક્તદાતાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે 18 વર્ષથી નીચેની વયના,45 કિ.ગ્રા. થી ઓછું વજન ધરાવતા તથા 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન રક્તદાન કરી શકતા નથી ત્યારે યુવાઓએ વધુમાં વધુ રક્તદાન માટે આગળ આવવું જોઈએ હવે તો ડાયાબિટીસ ની એકજ દવા લાંબા સમય સુધી લેતાં હોય અને અન્ય કોઈ ફેરફાર ન હોય તે લોકો પણ રક્તદાન કરી શકે છે.બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓના લાભ મળે તે માટે પણ આ કેમ્પમાં સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
