અમદાવાદમાં “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”, વર્લ્ડ મેડિટેશન ડે પર 60,000થી વધુ લોકોનું સામૂહિક ધ્યાન


તા. 16/12/2025
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગુજરાત ઝોનની ઈશ્વરીય સેવાઓની 60 વર્ષની સફળ યાત્રા નિમિત્તે ‘હીરક જયંતી’ના ઉપ્લક્ષમાં તારીખ 21 ડિસેમ્બર, 2025 (રવિવાર)ના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ભવ્ય અને દિવ્ય “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં દરેક માનવ જીવનમાં શાંતિની તીવ્ર જરૂરિયાત અનુભવાય છે. આવા સમયે મૂલ્યોથી મૂલ્યવાન જીવન નિર્માણના ઉદ્દેશ સાથે આ વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજયોગીની ભારતીદીદીએ જણાવ્યું છે.
વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે યોજાનારા આ સમારોહની અધ્યક્ષતા બ્રહ્માકુમારીઝના મુખ્યાલય માઉન્ટ આબુના સહ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની જયંતીદીદી કરશે. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નીરજા ગુપ્તા, કુલપતિ – ગુજરાત યુનિવર્સિટી તથા વિશેષ અતિથિ તરીકે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર ભ્રાતા જી.એસ. મલિક ઉપસ્થિત રહેશે.
હીરક જયંતી સમારોહના મુખ્ય આકર્ષણો
વિશ્વ ધ્યાન દિવસે વૈશ્વિક શાંતિ માટે 60,000થી વધુ શ્વેત વસ્ત્રધારી રાજયોગી બ્રહ્માકુમાર ભાઈ-બહેનો એક જ લક્ષ્ય સાથે સામૂહિક મેડિટેશન કરશે.
સાત મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ સાથે ગીત, સંગીત, કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ; 100થી વધુ કલાકારો દ્વારા આધ્યાત્મિક રજૂઆતો.
60 તપસ્વી રાજયોગીની બહેનો પવિત્રતાના પ્રતિકરૂપ કમળ આસન પર બેસીને ધ્યાન કરશે.
પ્રતિષ્ઠિત મહાનુભાવોના શુભેચ્છા વીડિયો સંદેશ અને બ્રહ્માકુમારીઝ ગુજરાતની ઈશ્વરીય સેવાઓની ઝલક.
આ સમારોહનું જીવંત પ્રસારણ પણ નિહાળી શકાય તેમ છે. આપ જ્યાં હો ત્યાંથી મન દ્વારા આ સમૂહ મેડિટેશનમાં જોડાઈ શાંતિનો અનુભવ કરી શકો છો.
ઘર, પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ શાંતિ માટે સહભાગી બનવા માટે સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવે