બ્રહ્માકુમારીઝ ના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસક રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિ પર, બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે 24 ઓગસ્ટ 2025 રવિવાર ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં 122 યુનિટ બ્લડ એકત્રિત કર્યું હતું.
અટલાદરા સેન્ટરના ઉપસેવા કેન્દ્ર બીલ ચાપડ અને કલાલીમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ જેમાં લગભગ 350 ભાઈ બહેનોએ લાભ લીધો
આ કાર્યક્રમમાં વડોદરા ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની, વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મેયર ચિરાગ ભાઈ બારોટ,ભાજપ કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારી, કોર્પોરેટર સંગીતા બેન ચોકસી, ચેરપર્સન નવરચના યુનિવર્સિટી તેજલબેન અમીન, બિલ્ડર ઉમેશ ડઢાનિયા, ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છાત્ર સાંસદ ડૉ. કુનાલ શર્મા મુખ્ય અતિથિ તરીકે સેવા કેન્દ્રમાં આવ્યા હતા.

સેવા કેન્દ્રના ડિરેક્ટર બી.કે. ડૉ. અરુણા બહેન અને તમામ મહેમાનોએ દાદી પ્રકાશમણિજીને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.અરુણા બહેને દાદી પ્રકાશમણિજીના મહાન જીવન આદર્શો વિશે સભાને ટૂંકમાં માહિતી આપી.
ડૉ.જયપ્રકાશ સોનીજી પોતાના વિચાર વ્યક્ત કરતા કહ્યું કે સેવા એ એક યજ્ઞ કર્મ છે જેમાં રક્તદાન એક પુણ્ય બલિદાન સમાન છે દાદી પ્રકાશમણિ જેવા મહાન વ્યક્તિત્વના સ્મૃતિ દિવસે, આ સેવા એક પ્રશંસનીય કાર્ય છે જે સમાજમાં સેવા અને સહકારની ભાવના ફેલાવશે. અન્ય મહેમાનોએ પણ શુભેચ્છાઓ વ્યક્ત કરી અને અપીલ કરી કે વડોદરાના ભાઈ-બહેનો પણ ઉત્સાહપૂર્વક રક્તદાનમાં ભાગ લે.
ત્યારબાદ બધાએ આ સેવા કાર્ય માટે પોતાનો સહયોગ અને સમર્થન વ્યક્ત કર્યું.
મહેમાનો એ દીપ પ્રગટાવીને રક્તદાન શિબિર નો શુભારંભ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ પાછળનો હેતુ સમાજને સંદેશ આપવાનો હતો કે સાચી આધ્યાત્મિકતા સેવા અને સહકાર શીખવે છે. આ વિચાર સાથે, સંસ્થાના રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ “સમાજ સેવા વિભાગ” ના સૌજન્યથી આ રાષ્ટ્રીય અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, સંસ્થા સાથે સંકળાયેલા ભાઈ-બહેનો જ નહીં પરંતુ સમાજના દરેક વર્ગના લોકો જેમ કે મહિલાઓ, પુરુષો, યુવાનો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ વગેરેએ આ માનવ સેવામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સેવા કેન્દ્રના ડિરેક્ટર બી.કે. ડૉ. અરુણા બહેને આ માનવતાવાદી સેવા દ્વારા કોઈના જીવન અને પરિવારની ખુશી બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો અને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી.
ધ્વની બ્લડ બેંકની ટીમે રક્તદાન કાર્ય સુચારુ રીતે પૂર્ણ કર્યું. સેવા કેન્દ્રમાં આવેલા તમામ ભાઈ-બહેનોને દાદી પ્રકાશમણિજીની સ્મૃતિમાં દિવ્ય પ્રસાદ પણ સ્વીકારવામાં આવ્યો અને કાર્યક્રમ પૂર્ણ થયો.