દિલ્હીની જીબી પંત હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. મોહિત ગુપ્તા આ વિષય પર માર્ગદર્શન આપવા આવ્યા હતા
૧૧ ફેબ્રુઆરીના રોજ બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે ‘એક સંકલ્પ ની શક્તિ’ વિષય પર એક ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીની જીબી પંત હોસ્પિટલના ડાયરેક્ટર અને કાર્ડિયોલોજીના પ્રોફેસર ડૉ. મોહિત ગુપ્તા, આ સત્રને સંબોધવા માટે દિલ્હીથી આવ્યા હતા.

તેઓ બાળપણથી જ બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંકળાયેલા છે અને નિયમિતપણે આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગ મેડીટેશન નો અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે, ઉત્તમ રીતે તબીબી અભ્યાસ કરતી વખતે, ડૉ. ગુપ્તાએ ૧૮ ગોલ્ડ મેડલ અને 5 સિલ્વર મેડલ મેળવ્યા છે. કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં ઘણા ઐતિહાસિક વિશ્વ કક્ષાના સંશોધન કાર્યોમાં તમે મુખ્ય સંશોધક છો, જેના નામે 150 થી વધુ પ્રકાશનો પ્રકાશિત થયા છે.
તમે પાછલા ઘણા વર્ષોમાં આંતરરાષ્ટ્રીય લેવલના ખૂબ જ સારા પુરસ્કાર મેળવેલા છે જેવા કે કાર્ડિયોલોજિસ્ટ માં નેશનલ બેસ્ટ ઇનોવેશન,બિશન સ્વરૂપ યુવા વૈજ્ઞાનિક, લાઈફ ટાઈમ આચિવમેંત.

તમે આધ્યાત્મિકતા અને શિક્ષણ બંનેમાં સંતુલન સાથે ઘણી સફળતા પ્રાપ્ત કરી છે, તેથી જ ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, IIT, IIM, ભારતીય સંસદ, AIIMS, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, RBI વગેરે જેવી ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં ઘણા સેમિનારોમાં પ્રેરક વક્તા તરીકે સેવા આપી છે.
બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વથી ભરપૂર ડૉ. ગુપ્તાએ પોતાના ભાષણમાં પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે તેમણે પોતાના જીવનમાં ઘણા પ્રયોગો અને અનુભવો કર્યા છે કે નિશ્ચય શક્તિ કેટલી અસરકારક રીતે કાર્ય કરે છે.
૨૦૦૩ માં, તેમના મગજમાં એક ગાંઠ થઈ હતી જેના માટે તેમણે સર્જરી કરાવી હતી, પરંતુ થોડા સમય પછી, મગજમાં બીજી જગ્યાએ પણ એક ગાંઠ દેખાઇ, જેનું ઓપરેશન થઈ શક્યું નહીં અને દવાઓ પણ કોઈ અસર કરી રહી ન હતી. તે સમયે, રાજયોગના સઘન અભ્યાસ દ્વારા તેમની માનસિક શક્તિ અને સંકલ્પોની સકારાત્મકતામાં સતત વધારો કરીને, ડૉ. ગુપ્તાએ તેમના મનને શક્તિશાળી રાખ્યું. રાજયોગ ના અભ્યાસ થી તેમના સુંદર વિચારો દ્વારા, તેઓ સતત મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા રહ્યા, જેના પરિણામે ગાંઠ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ.
ડૉ. ગુપ્તાએ વૈજ્ઞાનિક તથ્યોના ઉદાહરણ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણી માન્યતા પ્રણાલી આપણા દૃઢ નિશ્ચયની શક્તિથી અશક્ય કાર્યોમાં પણ સફળ થઈ શકે છે. તેમણે એ પણ સમજાવ્યું કે નકારાત્મક વિચારસરણીને કારણે શરીર અને મન બંને આંતરિક રીતે નબળા પડી જાય છે જે નાની ઉંમરે હૃદય રોગ અને માનસિક રોગોમાં વધારો થવાનું મુખ્ય કારણ બની રહ્યું છે. તેમણે આ સિદ્ધાંતને વધુ સ્પષ્ટ રીતે એવા હૃદયરોગના દર્દીઓના ઉદાહરણો આપીને સમજાવ્યુ જેમની સારવાર ડૉ. ગુપ્તાએ પોતે નાની ઉંમરે કરી હતી. આ રીતે ડૉ. ગુપ્તાએ સમજાવ્યું કે આપણા મન અને જીવનમાં નકારાત્મકતાને બદલે સકારાત્મકતાની શક્તિ લાવીને આપણે ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ.રાજયોગ દ્વારા આપણો સકારાત્મક સ્વભાવ અને મૂલ્યો સરળતાથી વિકસાવી શકાય છે અને તે કોઈપણ કરી શકે છે. એટલા માટે રાજયોગને આપણા જીવનમાં સમાવીને, આપણે આપણા મનને મજબૂત અને મૂલ્યોને શ્રેષ્ઠ બનાવીને એક નવી સુખી સંસ્કૃતિનું નિર્માણ કરી શકીએ છીએ કારણ કે વિચારો આપણા વ્યક્તિત્વનો આધાર છે અને એક સારું વ્યક્તિત્વ સારા સંબંધો અને સારા વાતાવરણનું નિર્માણ કરે છે અને પછી એક સારા સમાજનું નિર્માણ થાય છે.
ડૉ. ગુપ્તાએ મુખ્યત્વે દરેકને પોતાના સંકલ્પો બદલીને જીવનને સુખી બનાવવાનો મંત્ર આપ્યો. આ પછી, સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બીકે ડૉ. અરુણા બેહનજી એ ડૉ. ગુપ્તા પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને સભાના તમામ ભાઈ-બહેનોને રાજયોગ કરવા આમંત્રણ આપ્યું, જેના માટે ઘણા લોકોએ સંમતિ આપી.
આ કાર્યક્રમમાં શહેરના નામી ગ્રામી વ્યક્તિઓની સાથે લગભગ 1000 જેટલા લોકોએ લાભ લીધો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધાએ બ્રહ્મા ભોજન સ્વીકાર કર્યું.
