Vadodara

બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા 90 હજાર ડાયમંડથી સુશોભિત શિવલિંગના દિવ્ય દર્શન યોજાયા

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા 90 હજાર ડાયમંડથી સુશોભિત શિવલિંગની ભવ્ય પ્રતિકૃતિના દર્શન ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. તા.12 ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય મહાશિવરાત્રી મહોત્સવનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

મહોત્સવ દરમિયાન દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન, વિશાલ હીરા શિવલિંગ, શિવ શંકરની ઝાંખી, અમરનાથ દર્શન, દુગ્ધાભિષેક, ચૈતન્ય દેવીઓની ઝાંખી, પરમાત્મ અનુભૂતિ કક્ષ, જીવન મૂલ્ય પ્રદર્શન, માઈન્ડ સ્પા, વેલ્યુ ગેમ્સ અને વ્યસનમુક્તિ પ્રદર્શની સહિતના વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા.
શિવોત્સવ તા.13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ સવારે 9 થી સાંજે 9 વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને દરરોજ સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી. તા.12ના રોજ સાંજે 5 વાગ્યે મહાશિવરાત્રી મહોત્સવ અને વિશ્વ પરિવર્તન મહાકુંભ જ્ઞાન મેળાનું ઉદ્ઘાટન રાજ્યોગીની બી.કે. ડો. અરુણા દીદી તથા ગણમાન્ય અતિથિઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
90મી શિવજયંતિ નિમિત્તે મહાશિવરાત્રીના દિવસે 90 દીપ પ્રાગટ્ય તથા શિવ ધ્વજા રોહણનો વિશેષ કાર્યક્રમ પણ યોજાયો હતો.

Most Popular

To Top