Vadodara

બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા “અનિશ્ચિતા બને અવસર” વિષય પર સેમિનાર યોજાયો

વ્યાપાર અને ઔદ્યોગિક વર્ગના લોકો માટે “અનિશ્ચિતા બને અવસર” વિષય પર સેમિનાર યોજાયો

બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનની સેવાઓના 60 વર્ષ પૂર્ણ થયા એ ઉપલક્ષમાં હીરક જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે 23 નવેમ્બર રવિવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવાકેન્દ્ર પર અનિશ્ચિતતા બને અવસર”વિષય ઉપર સેમિનાર આયોજિત થયો હતો. દીપ પ્રજવલિત કરીને કાર્યક્રમની શુભ શરૂઆત થઈ. આ કાર્યક્રમમાં લગભગ ૧૫૦ ભાઈ-બહેનોએ આ સેમિનારનો લાભ લીધો.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મુખ્યાલય માઉન્ટ આબુથી આદરણીય રાજયોગિની શીલુ દીદીજી મુખ્ય વક્તા તરીકે પધાર્યા હતા.જેવો છેલ્લા 65 વર્ષથી રાજ્યોગ મેડીટેશનનો ગહન અભ્યાસ કરી રહ્યા છે તેમજ તેઓ રાજ્યોગ શિબિરના કુશળ અને વરિષ્ઠ નિર્દેશિકા પણ છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર, જયપ્રકાશ સોની – ભાજપ પ્રમુખ,વડોદરા, પારુલ બેન દવે CEO કેર ગ્રુપ, કમલભાઈ અગ્રવાલ તથા શ્રીમતી પિન્કીબેન અગ્રવાલ – ચેરમેન, કેમકોન કેમિકલ્સ સ્પેશિયાલિટી લિમિટેડ, દિલીપભાઈ શાહ, પ્રકાશ કેમિકલ્સ લિમિટેડ, કે.એસ. છાબરા- આનંદ આશ્રમ ટ્રસ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યોગીની શીલુ દીદીજી એ એમના વ્યક્તવ્યમાં કહ્યું હતું કે વ્યાપાર હોય, ઉદ્યોગ હોય કે પછી આપણું રોજિંદુ જીવન હોય અનિશ્ચિતતાની પરિસ્થિતિઓ માંથી બહાર નીકળવા માટેનું સાચું સમાધાન રાજ્યોગ દ્વારા આંતરિક ગુણો અને શક્તિઓ નો પુનઃસંચાર તથા વિકાસ કરવામાં છુપાયેલું છે.ફક્ત ધન એ જ સુખ શાંતિ ની પરિભાષા નથી પણ આંતરિક સુખ તો સંતુષ્ટતામાં છે અને સંતુષ્ટતા જ પ્રસન્નતા ની ચાવી છે

કાર્યક્રમના અંતના ભાગરૂપે રાજયોગીની શીલુ દીદીજીએ મેડીટેશન કોમેન્ટ્રી દ્વારા બધાને આંતરિક શક્તિઓ અને ક્ષમતાઓનો અનુભવ પણ કરાવ્યો હતો.

Most Popular

To Top