વિશ્વ યોગ દિવસ નિમિતે કાર્યક્રમની અટલાદરા બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને બ્રહ્માકુમારી ભાઈઓ અને બહેનો
દ્વારા વિશ્વ યોગ દિન નિમિતે યોગ કરી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે એસીપી શ્રી અશોકજી કાટકર જેપી પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી સાગર સાહેબ અટલાદરા પોલીસ ચોકીના પી.આઈ શ્રી મનસુખભાઈ ગુર્જર તેમજ અકોટા પોલીસ ચોકીના પીઆઇ શ્રી મકવાણા સાહેબ તેમજ યોગ કરાવવા માટે પધારેલા વડોદરા યોગ બોર્ડના સાઉથ અને વેસ્ટ ઝોનના કોર્ડીનેટર સુનિલભાઈ અને મીનાક્ષી બહેnનું ભારતીય સંસ્કૃતિ અનુસાર બ્રહ્માકુમારી બહેનોએ તિલક, ગુલદસ્તા દ્વારા સ્વાગt કર્યું હતું અટલાદરા બ્રહ્માકુમારીના બી કે ડોક્ટર અરુણા દીદી એ સૌનું શબ્દોથી સ્વાગત કરી દીપ પ્રજનન કરી વિધિવત પ્રોગ્રામ નો શુભારંભ કરેલ હતો.
સૌ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને યોગ વિશે સુંદર સમજૂતી શ્રી સુનીલભાઈ દ્વારા પ્રાપ્ત પણ કરી અને સૌ એ યોગ કર્યા હતા.
આ દિવસે તમામ પોલીસ કર્મીઓએ રાષ્ટ્રીય વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ હેઠળ વ્યસન છોડવા અને નશા મુકત બનવાનો સંકલ્પ પણ લીધો હતો અશોકભાઈ કાટકરે કહ્યું હતું કે અમારો પોલીસ વિભાગ સ્વસ્થ અને ફીટ રહે તે માટે દરેક વ્યક્તિઓએ પોતાના જીવનમાં યોગનો સમાવેશ કરવો જોઈએ. શ્રી સાગર સાહેબે વ્યસન મુક્ત થવાનું પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે માત્ર છ મહિના પહેલા મારી માતા તરફથી સંકેત મળતા મેં એક દ્રઢ સંકલ્પ સાથે મારી વર્ષો જૂની વ્યસન ની આદતને સંપૂર્ણપણે છોડી દીધી હતી શરૂઆતમાં બે ચાર દિવસ આપણને થોડું મુશ્કેલ લાગે છે પરંતુ તે પછી બધું સામાન્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે આપણા પરિવારના સભ્યોને ઉદાહરણ બનીએ વ્યસન મુક્તિ દ્વારા આપણા સ્વાસ્થ્યમાં તેમજ આર્થિક દ્રષ્ટિએ પણ ફાયદો થાય છે. પરિવારના બાળકોને સારા સંસ્કાર આપી શકીએ છીએ તેથી જ એક પોલીસ અધિકારી તરીકે નહીં પણ પોલીસ પરિવારના એક વડીલ તરીકે હું તમને સૌને વિનંતી કરું છું કે આ આધ્યાત્મિક સ્થાને અને માતૃશક્તિ સમાન દીદીને વિનંતીથી વ્યસન છોડવાનો સારો સંકલ્પ બધા એ કરવો જ જોઈએ. ગુર્જર સાહેબે પોતાના ભૂતકાળમાં અનુભવ જણાવતા કહ્યું કે છેલ્લા છ દિવસથી અહીં સેમિનાર હોલમાં ટ્રેનિંગ આપવા માટે આવું છું અને અહીં આવતાની સાથે જ અહીંના સકારાત્મક વાતાવરણમાં આપણે સૌ એ અનુભવ્યું કે પોલીસ વિભાગના તમામ દબાણ અને સમસ્યાઓને આપણે ભૂલી જઈએ છીએ અને અહીંના સકારાત્મક સ્પનદનોને કારણે પોતાનામાં એક નવી ઉર્જાનું અનુભવ કરીએ છીએ
આ પરમાત્માં યોગ શક્તિની અસર છે એટલા માટે તમે સૌ મનને શક્તિશાળી બનાવવા માટે રાજ્યોગ શિબિર જરૂર કરવી જોઈએ શરીરને સશકત બનાવવા માટે આસન તેમજ પ્રાણાયામ કરવા જ જોઈએ.
અકોટા પોલીસ ચોકીના પીઆઇ શ્રી મકવાણા સાહેબે પણ આ કાર્યને અંતર્ગત તેમની શુભકામનાઓ વ્યક્ત કરેલ હતી સૌ અધિકારી વર્ગ પણ દીદી સમક્ષ પ્રતિજ્ઞા બંધ થયેલ અને કહ્યું કે અમે સૌ પણ રાજ્યોગ શીખીશું અને યોગને જીવનમાં અપનાવીશું .
સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ડોક્ટર અરુણાબેહેને તમામ મહેમાનોને આવકાર્યા અને અભિનંદન પાઠવ્યા હતા અને સૌને વ્યસન છોડીને યોગ દ્વારા સ્વસ્થ અને સુખી બનવાની શુભેચ્છા પાઠવી હતી ત્યાર પછી સુનિલભાઈ અને મીનાક્ષીબેનજીએ સમગ્ર પોલીસ ટીમને લગભગ એક કલાક યોગના આસન શીખવાડ્યા અને ઉપયોગી સ્વાસ્થ્ય ટીપ્સ આપી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી