Vadodara

બ્રહ્માકુમારીઝ અટલાદરા અને SOG દ્વારા વ્યસનમુક્તિ અભિયાન રેલી યોજાઇ…

શહેરના યુવક અને યુવતીઓમાં નશામુક્તિ માટે જાગૃતતા આવે તે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા જાગૃતિ માટે પ્રોગ્રામ અને રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં મહિલાઓ અને પોલીસ વિભાગના પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા

કમિશનર નરસિંહમાં કોમરના સુચના મુજબ (SOG)
વિવેક પટેલ અને બ્રહ્માકુમારીઝ અટલાદરાના બી.કે.ડો.અરુણાદીદી ના માર્ગદર્શન હેઠળ ૧૨ જુનથી ૨૬ જૂન સુધી વિશ્વ નશા વિરોધી દિવસના ઉપલક્ષ્યમાં વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનન નિમિતે પોલીસ કર્મચારીઑ તેમજ બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ સાથે મળીને નશામુક્તી જાગૃતિ સંદેશ સાથેના બેનરો અને પોસ્ટરો સાથે અટલાદરા થી સન ફાર્મા રોડ સુધી નશામુકિત જનજાગૃતિ રેલી કાઢવામાં આવેલ હતી.
આ રેલીના કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે પધારેલા આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અનિલ બીસે ,પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા, એસઓજી પીએસઆઇ પ્રફુલ્લ બંગાજી તેમજ પોલીસ કર્મીઓ ,બી, કે ડૉ, અરુણાદીદી એ દીપ પ્રજ્જવલિત કરી ઉદ્ઘાટન કરેલ હતું.
આઈ ટી એમ વોકેશનલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અનિલ બિસે એ જણાવ્યું હતું કે દેશમાં ડ્રગ્સ નું ચલણ ઘણું બધું વધી ગયું છે. શહેરો ડ્રગ ના મોટા અડ્ડા બની ગયેલા છે.વ્યક્તિ નું કમજોર મન આ તરફ ના વળી જાય એ હેતુસર આ અવરનેશ કાર્યક્રમ ની ખુબ જ જરૂર છે .
બ્રહ્માકુમારી સંસ્થા રાજ્યોગ પ્રશિક્ષણ દ્વારા મનની આ કમજોરીઓને જળમૂળથી બહાર કાઢી ને મનને સશક્ત બનાવવાંનું કાર્ય કરે છે પોલીસ પ્રશાસનની ખરેખર આ પ્રસંસનીય કામગીરી કહી શકાય કે તેઓ નું પણ વ્યસનમુક્તિ જનજાગૃતિના કાર્યમાં એક અનોખું યોગદાન આપે છે. પી.આઈ મકવાણા એ પણ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સેવા કેન્દ્રના સેમિનાર હોલમાં પોલીસ કર્મચારીઓની વિભાગીય તાલીમ ચાલી રહી છે જેના અનુસંધાનમાં દરેક વ્યક્તિ અહીં આવે છે અને આધ્યાત્મિક જ્ઞાનનો લાભ લે છે. જેના કારણે હું ખૂબ જ હકારાત્મક લાગણી અનુભવી રહ્યો છું સેવા કેન્દ્રના દરવાજે આવતાની સાથે જ બધી નકારાત્મક બાબતો ભુલાઈ જાય છે આ આધ્યાત્મિક સ્થાનની સકારાત્મક શક્તિનો હું ખૂબ જ અનુભવું છું તેથી જ હું તમામ ભાઈઓ અને બહેનોને રાજ્યોગ શીખવા માટે જરૂર વિનંતી કરું છું બ્રહ્માકુમારીડૉ અરુણા દીદી એ સૌને સંબોધન કરતા કહ્યું કે વ્યસનોને જીવનમાં પ્રવેશવાનો માર્ગ છે નબળુ મન માનસિક રીતે સશક્ત વ્યક્તિ આ વ્યસનોને સરળતાથી દૂર કરી શકે છે સ્વયં પિતા પરમાત્મા આપણા મનને શક્તિશાળી તેમજ જીવનમાં સદગુણોનો વિકાસ જીવન જીવવાની કલા આ સઘળું રાજ્યોગ દ્વારા આપણને શીખવી રહ્યા છે એટલા માટે હું પોલીસ વિભાગ ને વિનંતી કરું છું કે તમે જે નશાખોરોને પકડો છો તેમને અવશ્ય રાજયોગ કોર્ષ કરાવો અને તેમનું જીવન સુધારવામાં તેમને મદદ કરો….

Most Popular

To Top